SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ઉઘાડા વગોવવા ન જોઈએ એમ લાગે છે. નહિ ઐસો જનમ બાર-બાર રત્નત્રયી અને તત્ત્વત્રયીના મિત્રને જ મિત્ર બનાવો એક જ પ્રતિજ્ઞા કરો કે મારો મિત્ર તેને જ બનાવીશ જે તત્ત્વત્રયી અને રત્નત્રયીનો જીગરજાન દોસ્ત હશે; જેને તત્ત્વત્રયી અને રત્નત્રયી પ્રત્યે અપાર પ્રેમ હશે. તત્ત્વત્રયી અને રત્નત્રયીના પ્રેમીનો જ હું પ્રેમી... સુદેવ, સુગુરુ, અને સુધર્મ એ તત્ત્વત્રયી. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી. આ દેશની પ્રજાનું વધુમાં વધુ નિકંદન કાઢી નાંખવામાં, ગમે તેને મિત્ર બનાવવાના પાપે મોટામાં મોટો ભાગ ભજવ્યો છે. જેની સામે સુદેવાદિનો ઉચ્ચતમ આદર્શ જ નથી તે પોતે પોતાના જીવનને ઊંચી કક્ષાના ધર્મોથી શી રીતે કંડારી શકશે ? જેને રત્નત્રયીનું જ્ઞાન પણ નથી તેને સંસારના સુખો શી રીતે ભયાનક લાગશે ? ભયાનકતાના એ ભાન વિનાના લોકો આ ધરતી ઉપર શાપના ઓળા બનીને ઊતરે તેમાં શી નવાઈ છે ? ઘણો મોટો વર્ગ તત્ત્વત્રયી અને રત્નત્રયીની વિચારણાથી પણ વિમુખ બની ગયો છે. જ્યાં સુધી આ બે ‘ત્રયી’ સહુને સમજાવવામાં નહિ આવે ત્યાં સુધી જીવનમાં ખુમારી નહી આવે; ખુમારી વિના સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા સિદ્ધ નહિ થાય. તે સિદ્ધિ વિનાનું જીવન પશુના જીવનમાં ચાલ્યા જવાની પાત્રતાવાળું - એક જાતનું - પશુજીવન જ બની રહેશે. ઘરના દરેક વડીલે આ બેય ત્રયીના જ્ઞાની-પ્રેમી બની જવું જોઈએ. આશ્રિતોને તેના સાચા પ્રેમી બનાવવા જોઈએ. બેઢંગા બનેલા ધર્મદર્શને ધર્મશ્રદ્ધાનાશ કહેવાય છે કે નવી પેઢીના કિશોર-કિશોરીઓને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા રહી નથી. આ વિધાનને પડકારવાનો કોઈ અર્થ નથી. કેમકે મહદંશે આ વાત સાચી જણાય છે.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy