SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એસો જનમ બાર-બાર કક્ષાદે ધર્મો કોઈ પણ વ્યવહાર ધર્મ સર્વ વ્યક્તિ માટે; સર્વ કાળ માટે એકસરખો ન કહી શકાય. હા... સ્વરૂપશુદ્ધિનો એક જ નિશ્ચય ધર્મ સર્વકાળની સર્વવ્યક્તિના આદર્શરૂપે જરૂર કહી શકાય. નિરોગી માટે દવા ન લેવી તે ધર્મ; રોગી માટે દવા લેવી તે ધર્મ... સાધુ દ્રવ્ય જિનપૂજા કરે તો અધર્મ, શ્રાવક એ જિનપૂજા ન કરે તો અધર્મ. સ્ત્રીને માટે સાડલો પહેરવો એ ધર્મ; પુરુષને માટે એ જ અધર્મ. એક જ ગુણ એક જ વ્યક્તિના ભિન્ન ભિન્ન કાળે ધર્મ, અધર્માદિ સ્વરૂપ બની જતો હોય છે. જ્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી તે કાર્ય પ્રત્યે શક્તિમાન વ્યક્તિએ ઉદાસી ન રહેવું તે અધર્મ; પરંતુ કાર્યસિદ્ધિ થઈ ગયા બાદ હવે ઉદાસીન રહેવું (તેમાં અહંતા મમતા ન કેળવવા) તે ધર્મ બની જાય છે. ભૂખ્યા માણસને ભોજન કરવા પૂર્વે ભોજન કરાવવું એ આવશ્યક બાબત બની જાય છે જ્યારે ભોજન કરી લીધા બાદ, “ભોજન કરવું તે તદ્દન અનાવશ્યક બની જાય છે. સ્ત્રીઓને જિનપૂજા કરવી તે ધર્મ છે પરંતુ એમ.સી. કોર્સમાં તે જ ક્રિયા મહાઅધર્મ બની જાય છે. - ધર્મરક્ષા કાજે ગીતાર્થ મુનિને કોઈ સ્વરૂપહિંસા કરવી જ પડે તેવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ હોય તે વખતે તેમ કરે તો જ અહિંસક કહેવાય. શાસ્ત્રસંમત અપવાદ માર્ગનું તેના સેવન સમયે સેવન ન કરે તો તે મુનિ વિરાધક કહેવાય. અત્યંત પાપિષ્ટ આત્માને ઉપદેશ દેવો તે અધર્મ છે; સુયોગ્ય વ્યક્તિને ઉપદેશ ન દેવો તે અધર્મ છે. કુપાત્રને દીક્ષા ન દેવી તે ધર્મ છે. સુપાત્રને દીક્ષા ન દેવી તે અધર્મ છે. જિનશાસનના આ અટપટા મર્મોને આપણે જાણવા જ રહ્યા. કેટલા ઊંચા દેવાદિના આદર્શો! વૈજ્ઞાનિકો કહે છે કે કરોડો ફેરનહીટની ગરમીથી સૂર્ય તપે છે માટે જ આ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy