SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એસો જનમ બાર-બાર વાવેલા રોપને વારંવાર ખેંચવામાં આવે અને વારંવાર રોપી દેવામાં આવે અને પછી પાણી પાવામાં આવે તો ય તેની ઉપર ફળ બેસશે ખરું? નહિ. એ રીતે વારંવાર ખેંચાતો રોપ તો અંતે કરમાઈ જ જવાનો. એનો વિકાસ ખતમ થઈ જવાનો. ઈશ્વરને માનનારો પાપ કરતાં શરમાય પણ નહિ!!! જે ઈશ્વરને માને છે એનાથી પ્રાય: તો પાપ થાય જ નહિ; છતાં દુર્ભાગ્યના યોગે તે પાપ કરે તો ય તેથી તે શરમાઈ તો જાય જ ને? કુલીનતા કોનું નામ? ધર્મી પિતાની સામે ઉઘાડે છોગ સિગારેટ પીતો દીકરો નિર્લજ્જ ન કહેવાય? અકુલીન ન કહેવાય? પાપ ગમે ત્યાં કરવામાં આવે. માણસ ભલે માનતો હોય કે, “એ વાતની કોઈને ખબર પડી નથી; એ પાપ કોઈ જાણતું જ નથી; એ તો એકાંત કે અંધકારમાં મેં કર્યું છે એટલે એની કોઈને ગંધ પણ નથી. વગેરે.” પણ આ બધા વિધાનો રસાતાળ જૂઠાં છે. ઈશ્વરની હસ્તિમાં જ નહિ માનનારો નાસ્તિક માણસ આવું બધું ભલે લવ્યા કરે પણ મંદિરમાં જઈને ઈશ્વરને પૂજતો, આબરૂદાર ગણાતો માણસ આવું કદી ન બોલે; કેમકે તે જાણે છે કે બીજું કોઈ નહીં તો ય ઈશ્વર તો મારી બધી ખાનગી-બાબતોથી સુજ્ઞાત છે જ.” જેને આ વાતમાં નિષ્ઠા છે એ શું પરસ્ત્રીગમનાદિના પાપ કરી શકે ખરો? ઈશ્વર તો આપણા બાપનો ય બાપ છે. એની સામે જ એનાં દેખતાં જ સાવ નિર્લજ્જ બનીને પરસ્ત્રીગમનાદિનું કોઈ પણ પાપ દીકરાથી થઈ શકે ખરું? કદાચ તેવું પાપ થાય તો ય શરમના ભારથી એનું માથું નમી ન જાય? આમ જેનું માથું ન નમે એ કુલીન કહેવાશે? એ ઈશ્વરની હસ્તીને સ્વીકારતો આસ્તિક ગણાશે? ના.... જરા ય નહિ. સ્વભાવથી પાપ ન ગમે તો ય ઉત્તમ આર્યદેશનો કોઈ માણસ પાપ ન કરે; એવું નીતિ વાક્ય છે. એમાં કહ્યું છે કે સ્વભાવથી જ જે પાપ ન કરે તે ઉત્તમ જન કહેવાય; અને આ લોકમાં બેઆબરૂ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy