SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ નહિ એસો જનમ બાર-બાર अक्खाण रसणी, कम्माण मोहणी પળે પળે અનંતકર્મની રાશિનો કચ્ચરઘાણ વળે ત્યારે જ જુલમગાર સંસારનો અંત આવે. શાસ્ત્રોક્તજ્ઞાની જ શ્વાસોશ્વાસમાં અનંતકર્મનો નાશ કરે. મનોગુપ્તથી જે ગુપ્ત હોય તે જ જ્ઞાની કહેવાય. માત્ર ભણેલો જ્ઞાની ન કહેવાય; કદાચ જ્ઞાનવાદી કહી શકાય. મનોગુપ્ત કોણ બની શકે ? વિશુદ્ધ બ્રહ્મચારી હોય તે. શુદ્ધ બ્રહ્મચર્યનો પાલક તો મોહનીયકર્મનો વિજેતા (ક્ષયોપશમ કરનાર) જ બની શકે. શી રીતે મોહનીય કર્મ ઉપર વિજય પામી શકાય? રસનેન્દ્રિય ઉપર કાબૂ આવે તો જ તે વિજય હાંસલ કરી શકાય. “મgણ રસળી, વેમ્પાન મોઢળી, વાળ વંમં, ગુત્તી મળી - એ જે વિધાન છે. એના ક્રમમાંથી આ તારવણી કાઢી શકાય એમ લાગે છે. જિનેશ્વરદેવના શાસનમાં એવું કોઈ પણ અનુષ્ઠાન નથી. જેની સાથે તપ ધર્મનુ જોડાણ કરવામાં આવ્યું ન હોય. આ જ વાત સૂચવે છે કે તપનું તો આ શાસનમાં અસાધારણ મહત્ત્વ છે. ધાતુઓની શાંતિ વિના મન:શાંતિ શક્ય જ નથી. તપના સેવન વિના ધાતુશાંતિ શક્ય નથી. જેને તપ ધર્મ ઉપર પ્રેમ જ નથી એ આત્મા સાધુ થવાની લાયકાત કેમ ધરાવી શકે ? વિદ્વાન બનવા માટે સાધુજીવન નથી પણ તપોબળ કેળવવા માટે છે; કેમકે સ્વ અને પરનું કલ્યાણ વિદ્વાનું ન કરી શકે; તપોબળી જ કરી શકે. ચિત્તશાંતિ બ્રહ્મચર્યસિદ્ધિ, મોહનીયકર્મશાંતિ ત્રણેયનો એક ઉપાય ત્રણ યોગમાં વાણી અને કાયાના યોગ કરતાં ય ચિત્તયોગ વધુપડતો જવાબદાર અને જોખમદાર ગણાય છે. શી રીતે એની ઉપર કાબૂ મેળવવો? ચિત્તશાંતિ શી રીતે પ્રાપ્ત કરવી?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy