SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ וד ૨૫૨ નહિ ઐસો જનમ બાર-બાર It I rest, I rust. જો હું પ્રમાદ કરું તો હું ખતમ થઈ જાઉં. આધ્યાત્મિક જગતમાં આ સત્ય ખૂબ જ પ્રગટ છે. કોઈ પણ મુમુક્ષુ આત્મા પ્રમાદી રહી શકે નહિ. પ્રમાદની પળોમાં જ ડંખીલા પાપોના ઘોડાપૂર પેસી જાય છે અને જીવનના સઘળા ય વિકાસને સાફ કરી નાખે છે. ફુલવધૂના અને સીડી ચડ-ઊતર કરતા ભૂતના દૃષ્ટાંતથી શાસ્ત્રકારોએ ‘અપ્રમાદ’ની મહત્તા સમજાવી છે. શાસ્ત્રસ્વાધ્યાય, ગુરુભક્તિ, નમસ્કારજાપ, દશવિધ ચક્રવાલ સામાચારીના પાલનથી દિવસની તમામ પળોને ખીચોખીચ ભરી દેવી જોઈએ. થાકીને લોથ થઈને જ શય્યામાં પડવું જોઈએ. આમ થતાં દિવસ પણ ઊજળો જશે; રાતની નિદ્રા પણ પાપવિહોણી બની રહેશે. પ્રમાદની પળ એટલે કતલની પળ. પછી ભલેને તે એક જ પળ કાં ન હોય? આ કારણે તો પરમાત્માએ સમયં ગોયમ? મા પમાય કહ્યું છે ને ? કોઈ નવરાં પડી રહેશો નહિ. તોફાન કરતા બાળકોથી ત્રાસી ગયેલી માતાએ મગ અને મઠ ભેગા કરીને, તેને છૂટા પાડવાનું કામ બાળકોને સોંપી દઈને કેવા શાંત કરી દીધા હતા? સંસારત્યાગીના માથે પણ શાસ્ત્રવિહિત કાર્યોનો બોજ સતત રહેવો જોઈએ. સાધુ જીવનની મર્યાદાઓ જ એવી છે કે તેમાં વિકૃતિઓ પ્રાયઃ પેશી શકે જ નહિ શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે - અનંતાનંત તીર્થંકર ભગવંતોએ જે શ્રમણ સંઘની સ્થાપના કરીને એની જે મર્યાદાઓ બાંધી છે એ મુજબનું જ જો જીવન જીવવામાં આવે તો પ્રાયઃ મનમાં પણ વિષયકષાયની વિકૃતિઓ જાગવાનો સંભવ ન રહે. રાત અને દિવસની ચક્રવાલ સામાચારી જ એવી ગોઠવાઈ ગઈ છે; સ્વાધ્યાયના સમય જ એવા નક્કી થયેલા છે, ગુરુપારતંત્ર્યની કિલ્લેબંધી જ એટલી બધી અભેદ્ય છે, તપ અને ત્યાગના જીવનની મસ્તી જ એવી અનોખી છે; ગચ્છવાસની યોજના જ એટલી બધી ગણિતબદ્ધ છે કે એ મર્યાદાઓને પોતાનું જીવન અર્પનારને વિષય
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy