SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ નહિ એસો જનમ બાર-બાર મોક્ષનું મૂળ “જીવ નિત્ય છે''ની માન્યતામાં જો તમારે મોક્ષમાં જવું જ હોય તો ત્યાં સુધી પહોંચવા માટે સાત પગથિયાં ચડવા પડશે. આપણે ઉપરથી નીચેના ક્રમે પગથિયાં વિચારીએ. જેને મોક્ષમાં જવું હોય તેણે મોક્ષમાં ન જવાય ત્યાં સુધી સદ્ગતિઓમાં જ જવું જોઈએ, કેમકે ત્યાં જ જિનભક્તિ; જિનવાણીશ્રવણાદિની પ્રાપ્તિ શક્ય છે. સદ્ગતિમાં જવા માટે મરણમાં સમાધિ આવશ્યક છે. મરણમાં સમાધિ મેળવવા માટે જીવનમાં શાંતિ અત્યંત જરૂરી છે. શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા. એ શાંતિ પામવા માટે માણસે “સારા” બનવું જ રહ્યું. સારા બનવું એટલે ઓછામાં ઓછું વેપારમાં નીતિમાન, જીવનમાં સદાચારી અને હૈયે દયાળુ બનવું. આવું સારાપણું લાવવા માટે પાપથી ડરતા રહેવું જોઈએ. પાપથી ડરે તે જ પાપો કરતો અંતે મટે; અને સારો બને. પાપનો ડર લાવવા માટે પરલોકદ્રષ્ટા બનવું જ જોઈએ. જેને પરલોકની સતત યાદ આવે છે તે જ પાપોથી ડરતો-ફફડતો રહે છે. પરલોકદષ્ટિ કેળવવા માટે આત્માની નિત્યતાનો સ્વીકાર કરવો જોઈએ. આત્માને પરિણામી નિત્ય માનનારો જ એ વાત વિચારી શકે છે કે, “મારે આ દેહ છોડીને ક્યાંક જવાનું છે. હવે જો આ વસ્તુસ્થિતિ જ હોય તો મારે પાપ ન જ કરવું જોઈએ; અન્યથા ત્યાં તેના ઉત્તર ફળ મારે ભોગવવા જ પડશે. મોક્ષે જવા માટેના આ સાત પગથિયાં, આત્માનું નિત્યત્વ, પરલોકદૃષ્ટિ, પાપડર, સારાપણું, શાંતિ, સમાધિ, સગતિ... પૂર્વ ને પામ્યા વિના ઉત્તર પગથિયાંની આશા કોઈ રાખશો મા ! ભેળસેળ કરવી જ હોય તો... કયો ધર્મ હશે જેમાં અર્થ કે કામની વાસના નહિ પડી હોય? છે કોઈ એવો ધર્મીજન! સાચે જ તેને દર્શનીય કહેવો જોઈએ. અર્થ કે કામની કોઈ પણ ભાવનાથી સર્વથા અણખ કર્યો ધર્મ આરાધનારા આ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy