SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર (૨) દેહમાં સ્ત્રીની આકૃતિ હોય તો તે દેહમાં રહેલા આત્માને સ્વરૂપનું પ્રગટીકરણ થાય ખરું ? ૨૪૦ આ બે ય પ્રશ્નનો જવાબ નકારમાં આપતા તેઓ બેધડક કહે છે કે, “ના... ત્રિકાળમાં નહિ.'' શાબાશ. વસ્ત્ર અને સ્ત્રીદેહ જડ હોવા છતાં આત્માના સ્વરૂપને પ્રગટ થતું અટકાવી રહ્યા છે એ વાત હવે નક્કી થઈ ગઈ ને ? આના કરતાં તો શ્વેતામ્બરો સારા ને ? તેઓ કહે છે કે, ‘‘અંગ ઉપર વસ્ત્ર ભલેને હોય; દેહ ભલે સ્ત્રીનો હોય, તો ય મમત્વનો પૂર્ણ ત્યાગ કરીને સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. બાધક છે મમતાદિ ભાવો; નહિ કે જડવસ્ત્ર વગેરે. (૩) જે આત્મા મોક્ષ પામે છે તે શા માટે ચૌદરાજલોકના છેડે અટકી જ જાય છે? શા માટે તે આત્માની ઊર્ધ્વગતિ સદૈવ ચાલુ રહેતી નથી? કોણે તે આત્માને ત્યાં અટકાવ્યો ? કોણે આત્માના ઊર્ધ્વગતિક સ્વભાવમાં સાથ ન આપ્યો? એક જ જવાબ છે; ધર્માસ્તિકાય નામના જડ તત્ત્વ ! એ જ્યાં સુધી હતું ત્યાં સુધી જ શુદ્ધાત્મા ગતિ કરી શક્યો. પછી જ્યાં એ ન હતું માટે શુદ્ધાત્મા આગળ વધી ન શક્યો. પહેલાં આ સ્વરૂપનું જ ભાન કરો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે; જ્ઞાતા, દુષ્ટા સ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ છે... વગેરે વગેરે સ્વરૂપના ભાનની વાતો સાચી છે છતાં અસ્થાને છે. એમ કાંઈ કૂદકો મારવાથી કામ ન થઈ જાય. આ તો આત્માનું કર્મમુક્ત સ્વરૂપ છે. હકીકતમાં તો આત્માનું કર્મજનિત સ્વરૂપ વિચારવાની ખૂબ જરૂર છે. આ સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે છતાં તેનું ધ્યાન નહિ ધરવાથી આત્મા શુદ્ધ-સ્વરૂપના ભાનની વાતો કરી શકશે પરંતુ એ ભાન પામી તો નહિ જ શકે. વળી જે આત્માનું સ્વરૂપ જ નથી; શુદ્ધ પણ નહિ અને અશુદ્ધ (કર્મજનિત) પણ નહિ; તેવા કુરૂપને જીવાત્માએ પોતાનું સ્વરૂપ માની લીધું છે. આ ભ્રાન્ત ભાન છોડાવો; પછી કર્મજનિત સ્વરૂપનું ભાન કરાવો... ત્યાર બાદ શુદ્ધ સ્વરૂપભાન તો આપમેળે થઈ જશે. ભ્રાન્ત ભાન છે માલિકીના સ્વરૂપનું; અશુદ્ધભાન છે મહેમાનિયતના સ્વરૂપનું; અને શુદ્ધભાન છે સચ્ચિદાનંદ સ્વરૂપનું. ‘હું માલિક છું;' મારી સંપત્તિનો; પત્નીનો,
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy