SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ નહિ ઐસો જનમ બાર-બાર રહેવી જોઈએ. આવી પરલોકની સદ્ગતિઓ પણ, મૃત્યુ વખતે સમાધિભાવ ન રહે તો ન જ મળે, માટે એ સમાધિ મેળવવી જ રહી. મુક્તાત્માઓને ભાવભરી વંદનાસ્વરૂપ એ મૃત્યુસમાધિ પણ જીવનમાં શાંતિ ન હોય તેને ન જ મળે માટે જીવન ખૂબ શાંતિથી પસાર કરવું જ રહ્યું. શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા. આવી શાંતિ પણ સંતોષ વિના તો શક્ય જ નથી. ભોગની ભૂખ જો કારમી બની રહે તો એ ભોગભૂખની પૂર્તિ માટે કેટલાય ધમપછાડા, કેટલાય જૂઠાણા, કેટલાય કાવાદાવા કરવા પડે. આ ગણિતને નજરમાં રાખીને પ્રાચીનકાળના માનવો ભોગલમ્પટ બનતા નહિ. બેશક, ભોગની વાસના જાગતી પણ એની શાંતિ માટે ગુમડાંને મલમના લેપની જેટલી જ ભોગસામગ્રીને સ્પર્શ કરતા... ભોગવાસનાના ગુમડાને મલમના લપેડા થોડા જ કરાય! વર્તમાન અંધાધૂંધીને જો શાંત કરવી હોય તો સર્વને મોક્ષાભિલાષી બનાવવા પડશે. પછી અંધાધૂંધીનું મૂળઃ ભોગલમ્પટતાઃ આપોઆપ નાશ પામી જશે. મોક્ષની અભિલાષા પ્રગટ્યા વિના જીવનમાં મળે; શાંતિ કદાપિ નહિ સુખ આત્માનો સર્વકર્મથી મોક્ષ પામવાનો ઉદ્દેશ જ્યાં સુધી નજરમાં સ્થિર બનીને બેસી નહિ જાય ત્યાં સુધી કોઈ પણ આત્મા શાંતિ તો નહિ જ પામી શકે. હા, સદ્ભાગ્યે સુખની સામગ્રી પામી જાય એ બાબત ખૂબ સંભવિત છે. આવું વિધાન કરવા પાછળ ચોક્કસ તર્ક કામ કરે છે. સામાન્યતઃ મોક્ષની તાલાવેલી જાગે તો જ સદ્ગતિમાં જવાની ઈચ્છા જાગે. મોક્ષ મેળવવા માટે દુર્ગતિઓમાં ગમન તદ્દન નકામું છે. સદ્ગતિ પણ મરણ વખતની સમાધિ વિના મળી શકતી નથી; માટે સદ્ગતિનો ચાહક મરણને મહોત્સવ જેવું સુંદર બનાવવા માટે તત્પર હોય જ. મરણ પણ ત્યારે જ સુંદર બને જ્યારે જીવન સુંદર હોય. સુંદર જીવન એટલે શાંત જીવન. સુખ કે દુ:ખની સામગ્રીને જીવનના સૌંદર્ય
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy