SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ וד નહિ ઐસો જનમ બાર-બાર સામાન્ય રીતે એવું દેખાય છે કે આ બેય ગ્રંથિઓના છેડા ખૂબ જ ઘાતકી છે. માણસ અહંતામાં ફસાય તો ય મર્યો; સાવ લઘુતામાં જાય તો ય મર્યો. ધર્માત્માઓના જીવનમાં મૈત્રી, પ્રેમ, દયા, શાસ્ત્રચુસ્તતા તથા જિનપૂજા આદિ અનુષ્ઠાનધર્મોની જો સુવાસ ન જણાતી હોય તો એ એ ધર્માત્માઓ તો સુગંધ વિનાના સૂરજમુખી જેવા-માત્ર દેખાવડા જ કહેવાય ને? સુવાસના આ અતિમહત્ત્વના પ્રસારનું ગળું પીસી નાખે છે; અહંતાગ્રંથિ. ૧૯૪ આ જ રીતે પાપાત્માઓના જીવનને હતાશ, નિરાશ અને તદ્દન નિર્માલ્ય બનાવે છે; લઘુતાગ્રંથિની પીડા. “હાય! મેં કેવા પાપ કર્યા? બસ. હવે હું જીવન ખોઈ બેઠો.’’ આવા એકાંગી વિચારો લઘુતાગ્રંથિની પીડાની નીપજ છે. જો પાપાત્માના જીવનમાં પણ જિનશાસને પામ્યાની ખુમારી આવી જાય; “હું જિનશાસનને પામ્યો છું માટે હજી જીવન સુધારી લેવાની બાજી હાથમાં છે.’' એવી ખુમારી પ્રગટ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ અફસોસ! લઘુતાગ્રંથિની પીડા જ આ ખુમારીની ખુવારી કરી નાંખે છે. એક જ ઈચ્છા છે કે ધર્માત્માઓ સર્વત્ર ધર્મની સુવાસ ફેલાવે; અને પાપના રવાડે ચડેલા આત્માઓ ખુમારીથી ફરી પોતાનું જીવન ગુલાબ મઘમઘતું કરી મૂકે. સાંભળો : સમજો : પામો સંસારના સુખોની સામગ્રીના રાગનો હૃદયથી તિરસ્કાર કરવા સાથે એ સામગ્રીનો પરિત્યાગ જેણે કર્યો તે જીવનમાં ધર્મ પામ્યો કહેવાય. એનું જ નામ જીવનપરિવર્તન. પરંતુ આ ‘પામવું’ જ ખૂબ મુશ્કેલ છે. સુખ-દુઃખ; પુણ્ય પાપ અને ધર્માધર્મના તત્ત્વોની સાચી સમજણ વિના સાચું જીવનપરિવર્તન ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ‘પામવા’ માટેની ભૂમિકા તૈયાર કરવા માટે, ‘સમજવુ’ પડશે. સમજાય એટલે હૃદયપરિવર્તન થયું કહેવાય. એ પછી જીવન પરિવર્તન થતાં ઝાઝો સમય લાગતો નથી. પણ સમજવું શી રીતે ? સાંભળ્યા વિના સમજાવવું પણ મુશ્કેલ છે. ધર્મગ્રંથો વાંચવા માત્રથી તત્વો સમજાતા નથી. એ તો સદ્ગુરુની પાસે સાંભળવા જ રહ્યા.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy