SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર મૈયારી! કેટકેટલા એના તોફાનો છે! એક બે નહિ; ખાસા અગીઆર. જેને આ ભૂત વળગ્યું એને ગમે તેટલી ભોગસામગ્રી પ્રાપ્ત થાય તો ય તે સામગ્રીથી તે આત્મા સુખ તો ન જ પામી શકે. હાય! છતી સુખની સામગ્રીએ સુખી નહિ. ૧૭૧ વળી આને જીવનમાં શાંતિ પણ શોધી ન જડે; રે! શાંતિનું સોણલું ય આના માટે તો અત્યંત દુર્લભ બાબત બની જાય. ત્રીજું; આ આત્માને મરણમાં સમાધિ પણ ન મળે. ન કરી શકે એ બિચારો, દુષ્કૃતોની ગહ; ન કરી શકે સુકૃતોની અનુમોદના; ન પામી શકે પરમાત્માનું પ્રણિધાન. ચોથું; આને પરલોકમાં સદ્ગતિ ન મળે. કદાચ માનવ કે દેવની ગતિ મળી જાય તો ય ઢોરની દુનિયાને સારી કહેવડાવે તેવી હલકી કક્ષા ત્યાં મળે. નથી જોયા ? કૂતરાના ભોજન ઉપર તરાપ મારીને પેટ ભરતા માનવોને? પાંચમું; આ આત્માને મોક્ષની તો આશા જ રાખવાની નહિ. આત્માનું અજર અમર સ્થાન મોક્ષ! એની એ આત્માએ આશા જ રાખવાની નહિ! હાય! કેવો વળગાડ! બાકીના છ તોફાનો આ પ્રમાણે છે. સુખના વળગાડવાળો આત્મા (૧) દુઃખોને હજમ ક૨વાની; (૨) પાપોને પચાવી નાખવાની (૩) પાપિષ્ટ સાધનાઓમાં ધર્મને અભડાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. (૪) જીવ માત્રનો એ મિત્ર મટી જાય છે; (૫) એની જાત પવિત્ર રહી શકતી નથી. (૬) અને ભગવાનનો ભક્ત એ બની શકતો નથી. કેવા ભયાનક તોફાન! હવે બાકી જ શું રહ્યું છે? એક પતંગ ખાતર મોત! દૂરદૂરથી એક કપાયેલો પંતગ આવી રહ્યો છે. પતરાના છાપરે ચડેલા કોઈ કિશોરે, જોયુ અને એનું મન લલચાઈ ગયું. એ પતંગ નજદીકમાં તો આવ્યો; પણ પતરાની ધાર આગળથી જ સ૨કીને જવા લાગ્યો. એ છોકરો ઠેઠ ધાર પાસે દોડયો. દોર હાથમાં પકડાઈ તો ગયો પરંતુ પકડેલા પતંગવાળા હાથ સાથે જ એ નીચે પડયો. પડતાંની સાથે એની ખોપરીના ચૂરા થઈ ગયા. એક પતંગ ખાતર મોતને ભેટયો. સઘળાય સંસારરસિક જીવોની આવી જ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy