SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ નહિ એસો જનમ બાર-બાર કદી કોઈની અપેક્ષા રાખશો નહિ. પત્નીની નહિ; દીકરાની નહિ; રે! આ દેહની પણ નહિ. જેણે અપેક્ષા રાખી એને જીવતા મરવાનો સમય આવશે. આ ત્રણ દોષો જાય તો ઘણો ખરાબ સમય જલદી જલદી તો આવી ન જ શકે. આ લોકનું ય તમને પૂરું જ્ઞાન છે ખરું? પરમલોક-મોક્ષના જ્ઞાનની પછી વાત કરશું. પરલોકની સમજણની પણ પછી વાત કરશું. બેશક, એ વાતોથી આત્મામાં ધર્મ કરવાનું અને અધર્મ ત્યાગવાનું બળ પેદા થાય ખરું પરંતુ એ બધી વાત જરાક ભારે પડતી લાગતી હોય તો આપણે આ લોકની જ સમજણ મેળવીએ. જો આ સમજણ પણ પૂરી આવી જાય તો ય ધર્મનો પ્રેમ પૂરેપૂરો જાગી જાય તેવું છે આ લોકની મોહિનીને પમાડનાર પૈસા અંગેની તમારી સમજણ કેટલી છે? ખૂબ જ અધૂરીને? “પૈસો બધું પૂરું પાડે'' એટલું જ તમે જાણ્યું ને? પણ હવે એ સમજણને પૂરી જ કરી દો. જ્યાં જ્યાં ધનના ઢગલા થઈ ગયા છે ત્યાં તેણે કેવી ભયાનક હોનારતો સળગાવી છે તે તમારે નથી જોવું? એ ય ભેગું જ જોઈ લો ને? સ્ત્રીના રૂપરંગ જ કેમ અટકી ગયા? એના દેહમાં ખીચોખીચ ભરેલી અશુચિની પણ સમજણ કેમ ન મેળવી લેવી? એમાં આનાકાની શા માટે? શું એ અશુચિ, આ લોકનું જ તત્ત્વ નથી? મમતાથી લપેટેલા બાળકમાં વિનાશિતાનું દર્શન પણ કેમ ન કરી લેવું? શું એ બાળક વિનાશી નથી? ખૂબ પ્રિય લાગતા દેહમાં દગાબાજીનું દર્શન કેમ ન કરી લેવું? શું દેહ આ જ લોકમાં દગો નહિ દે? જો આ લોકના તત્ત્વોની પણ પૂરી સમજણ આવી જાય તો ય કલ્યાણ થઈ જાય. અનેકોના જીવન સુધરતા જાય; એ સુધારણાનો ચેપ એવા જોરથી ઊપડે કે પાપો તો જીવનમાંથી ઊભી પૂંછડીએ ભાગવા માંડે. મમતા કરતાં ય મમત ખરાબ મમતા હોય તોય આ કાળમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી પહોંચી તો શકાય; પરંતુ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy