SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૬૩ અમારી પ્રાચીન સંસ્કૃતિને વરેલા લોકોના માથે દુઃખના ડુંગર તૂટી પડતા તો ય ત્રાહિમામ્ પુકારતા નહિ; હાયવોય કરતા નહિ; પણ મસ્ત રહેતા. આજના લખપતિઓ; રૂપવતીના સ્વામીઓ, ચાર છોકરાના પિતાઓ, પ્રધાનપદના માલિકો સુખી દેખાવાં છતાં સુખી નથી. સુખ એ દુઃખના કારણો તો સાવ બીજા જ છે. સુખથી સુખી ન થવાય પણ સુખના વિરાગથી સુખી થવાય. દુઃખથી દુઃખી ન થવું હોય તો દુઃખમાં સમાધિ રાખવાની કળા શીખી લેવી જોઈએ. આ વાત આ રીતે પણ કહી શકાય કે સુખનો રાગી કદી સુખી થઈ શકે નહિ. દુઃખનો દ્વેષી જ દુઃખથી દુખી થઈ જાય. તમે સુખ પ્રત્યે રાગ ન કરો.. પછી સુખના પણ સાધનોથી સુખી જ છો. અને દુ:ખ પ્રતિ દ્વેષ કરો મા... પછી આભ જેટલાં દુ:ખ તૂટી પડે તોય તમે દુઃખી થનાર નથી. કદી દોડજો મા સુખની સામગ્રીઓ મેળવવા, એ તમને સુખી કરી શકે તેમ નથી.કદી દુઃખને તિરસ્કારશો મા! એથી તો તમે વધુ દુખી થશો. સુખાદિને સમજ્યા વિના ધર્મ કેવો? પહેલો ધર્મ સમજાવવો કે પહેલાં સુખ-દુઃખના સ્વરૂપનું ભાન કરાવવું? સુખના રાગે અને દુઃખના દ્વેષે જ આ જગતની હોળી સળગાવી છે એ વાત કરવી કે એવી વાતો કર્યા વિના સીધી ધર્મક્રિયાની જ સહુને સદા માટે વાતો કર્યા કરવી? સુખનું વિનાશીપણું સમજાવીને પહેલાં સુખથી વિરક્ત કરવાની જ જરૂર નથી શું ? દુઃખનું વિનાશીપણું જણાવીને પહેલાં દુઃખમાં સમાધિ શીખવી દેવાની જરૂર નથી શું? મને તો એમ લાગે છે કે આ બાબતોને પણ ખૂબ સારી રીતે સમજાવતા રહેવી જોઈએ. બેશક; બાળજીવોને ધર્મક્રિયાઓમાં સીધા જોડી જ દેવા જોઈએ. પરંતુ તેની સાથે મૂળ રોગનું મૂળમાંથી નિવારણ કરવા માટેના ચાંપતા પગલાં પણ આવશ્યક તો છે જ.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy