SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૬૧ ભાન અને ભય વિના “સારા” બની શકાય નહિ અતૃપ્ત માણસ શી રીતે સારો બની શકે? અતૃપ્તિમાંથી કેટકેટલા પાપોનો પ્રસવ થાય છે? એ વાતથી ભોગીઓની દુનિયા ક્યાં અજાણ છે? અતૃપ્તિને અને તેનાથી જન્મતાં પાપોને ડાયે જ છૂટકો... તે વિના સારા માણસ તરીકેનું જીવન જીવી શકાય નહિ. અતૃપ્તિને ડામે છે ભટક્યાનું ભાન. અતૃપ્તિએ જન્માવી દીધેલા પાપસંસ્કારોને મોળા પાડે છે; ભમવાનો ભય. અનાદિકાળથી ચાર ગતિમાં ભટકતો ભટકતો હું અહીં આવ્યો છું. ક્યાં નથી ભમ્યો? શું નથી બન્યો? ચક્રી પણ બન્યો; દેવેન્દ્ર પણ બન્યો. ઉર્વશી, અપ્સરાના દેહસુખ પણ માણ્યા.... રે! સત્તાના સર્વોચ્ચ સિંહાસને બેઠો.. તોય... તોય મને તૃપ્તિ ન થઈ. નદીઓ અને તળાવો પીને ય તૃષા નહિ છિપાવી શકનારને શું હવે એ તળાવના ભીના ઢેફાં ચૂસવાથી તૃપ્તિ થશે? અસંભવ. ભટક્યાનું ભાન તૃષા મિટાવે; તૃપ્તિ અપાવે ભમવાનો ભય. ભમવાનો ભય નવા પાપો અટકાવે. “જો પાપ કરીશ તો ભમવું પડશે. મારે બધું ય મૂકીને મરણ પામીને ક્યાંક જવાનું છે. હાય! પાપાત્માને દુર્ગતિ સિવાય બીજું શું હશે? દુઃખો સિવાય એના નસીબે શું લખાતું હશે? ઓહ! તો પછી મારાથી પાપ ન જ થાય, ગમે તેવી કુટેવો પડી ગઈ હોય તો ય મારે તેને ત્યાગવી જ રહી, નહિ તો મારો કોઈ સગો થવાનો નથી એ ભાવિ ભવ ભ્રમણમાં! આ ભાન અને ભય ભવના ભાવ નાબૂદ કરે. તૃપ્તિ અને જાગૃતિનાં દર્શન કરાવે. કેવા છે ભોગો? એનો ઓડકાર પણ ન આવે! માનવજીવનની અમૂલ્ય પળોની સરિયામ બરબાદ કરી નાખીને; સઘળી અમૂલ્ય શક્તિઓને સળગાવી મારીને વર્ષો સુધી-એકધારા-જે ભોગસુખો માણ્યા એની કરુણતા તો જુઓ કે એક જ પળ માટે આવી પડેલા સાચા કે કાલ્પનિક દુઃખને ય
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy