SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ નહિ એસો જનમ બાર-બાર સંતોના ચરણોમાં લળીલળીને ઝૂકતો પણ ન જુઓ. એના બદલે તમે એની દુકાને કે ઓફિસે જાઓ અને ત્યાં એ કેવી કારવાહી કરે છે તે જુઓ; કોઈ બાબતમાં લોભદશાની આધિનતા દેખાય તો તેના મુખ ઉપરના ભાવ જુઓ; એ વાતનું એને પારાવાર દુઃખ છે કે અપાર આનંદ થયો છે એ પણ જાણી લો. એ રીતે રસોડામાં ભોજન કરતી વખતે એની રીતભાત કેવી રહે છે એ તપાસો. એથી પણ આગળ વધો. એના દીકરા-દીકરીના લગ્ન વખતની વાતો સાંભળો; એની હોંશ જુઓ; લગ્ન-પત્રિકાનું લખાણ જુઓ. ત્યાં ભરપૂર રાગ જોવા મળે છે કે વિરાગ! મો ઉપર દુ:ખ છે કે આનંદ! આવા અધર્મના કાર્યોમાં ધર્મક્રિયા કરનારો આત્મા કેવું વલણ અપનાવે છે? છેવટે કેવો અભિપ્રાય ધરાવે છે? એ ઉપરથી જ નક્કી થઈ જશે કે એ આત્માને ધર્મી કહેવો કે નહિ? બાકી ધર્મસ્થાનોમાં તો ઘણાખરા તમને સાચા ધર્મી તરીકે જ દેખાવાના.... પણ ઘણીવાર એ માપદંડ સાચો પુરવાર નહિ થાય. ચાંલ્લો, ચરવળો અને ઓઘો વ્યવહારનયથી તો એમ કહેવું જ પડે કે જેના કપાળે ચાંલ્લો હોય તે સમ્યગુદૃષ્ટિ કહેવાય; કેમકે ચાલ્લો એ જિનાજ્ઞાની વફાદારીનો સૂચક છે. જેની બગલમાં ચરવળો હોય તે શ્રાવક કહેવાય; કેમકે ચરવળો સામાયિકભાવની વિરતિનો સૂચક છે. અને જેની પાસે ઓઘો છે તે બધા ય સાધુ કહેવાય; કેમકે ઓઘો સાધુનું લિંગ પણ આ તો બધી વ્યવહારનયની વાતો થઈ. નિશ્ચયનયથી તો ચાંલ્લા દ્વારા વ્યક્ત થતી વફાદારી હૈયે હોય તો જ તે સમ્યગુદૃષ્ટિ કહેવાય; ચરવળાથી સૂચિત દેશવિરતિ હેયે પથરાઈ હોય તો જ શ્રાવક કહેવાય; અને ઓઘાથી વ્યક્ત થતો સર્વવિરતિનો પરિણામ પ્રગટયો હોય તો જ સાધુ કહેવાય. બેશક, સામાન્ય રીતે તો ચાંલ્લા વગેરે વિના અંતરમાં તે તે પરિણામો ઉત્પન્ન થતા જ નથી પરંતુ તે પરિણામો ઉત્પન્ન કરવાની જેને ભાવના જ ન હોય તેને તે ચાંલ્લા વગેરે, તે પરિણામો ઉત્પન્ન કરાવી શકતા જ નથી. તે પરિણામો ઉત્પન્ન
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy