SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એસો જનમ બાર-બાર ૧૩૩ બાદ પ્રવચન ઉપર “વાહ, વાહ”નો વરસાદ વરસાવતાં તેઓ રવાના થતા હોય છે. આથી વિશેષ કશું જ જોવા મળતું નથી. | મારું કહેવું એ છે શ્રવણનો યોગ થયા બાદ અંશતઃ પણ એ શ્રવણની વાતનો જીવનમાં પ્રયોગ પણ કરવો જ જોઈએ. ત્યાગની વાત સાંભળીને ત્યાગ કરવો જોઈએ. એકાદ વસ્તુનો, અરે ! ફક્ત એક દિવસ માટે. ક્રોધના વિપાકો સાંભળીને મહાક્રોધી માણસે ક્રોધ નહિ કરવાનો બાર કલાકનો પણ સંકલ્પ કરવો જ જોઈએ. જો આ રીતે નાના નાના પણ સંકલ્પો કરવામાં આવશે તો એનો રસાસ્વાદ મળશે. એમ થયા પછી તો એ પ્રતિજ્ઞાઓની સમયમર્યાદા આપમેળે વધતી જશે. જેને જીવન સાથે કાંઈ લેવાદેવા ન હોય એ રીતે ભગવાન મહાવીરનું જીવન સાંભળવું છે એને તો કદાચ ભગવાન મહાવીર ઉપરથી ઊતરે તો ય તેનો નિખાર ન કરી શકે એમ કહું તો ખોટું નહિ ગણાય. રાગદ્વેષની મંદતા એ જ ધર્મ બેશક, ‘હિંસા ન કરવી'; “જૂઠું ન બોલવું વગેરે ધર્મો છે. પરંતુ એ બધા ય ધર્મો શા માટે ? રાગાદિને ઘટાડનારા છે માટે... પણ જો કોઈ સંયોગમાં અહિંસાનું સેવન કરવા જતાં રાગાદિ વધતા હોય તો? કોઈ સંયોગમાં દેખીતા હિંસાદિ કરવાથી રાગાદિ ઘટતા હોય તો ? તો પછી એક જ વાત છે; જેનાથી રાગાદિનો ઘટાડો થાય તે દેખીતા હિંસાદિ પણ ધર્મ... અને રાગાદિ વધારતા તપ-ત્યાગાદિ પણ અધર્મ. આ વિચારને બહુ જ સારી રીતે સમજીને પચાવી લેવો જોઈએ. લીલું આદુ અને બટાટા બન્ને ય અનંતકાય છે. છતાં આદુની બનતી નિર્જીવ સૂંઠ ખવાય છે અને બટાટામાથી બનેલી નિર્જીવ કતરી ખવાતી નથી. આમ કેમ વારુ? આનો એક જ જવાબ છે કે સુંઠે કાંઈ ફાંકડા મારીને “ટેસ્ટથી ખવાતી નથી; જ્યારે કતરી તો ખૂબ રસથી ખવાય તેવી વસ્તુ છે, જ્યાં રસ ત્યાં અધર્મ. આ જ રીતે પતિથિએ લીલોતરી ખવાય નહિ પણ પરમાત્માને ચડાવાય તો ખરી જ. કેમકે ખાવાથી રાગાદિ વધે છે; પુષ્પાદિને ચડાવવાથી રાગાદિમળો ઘટે છે. વળી પર્વતિથિએ મગનું શાક ખવાય છે પણ કેળાનું શાક ન ખવાય. યદ્યપિ મગના પ્રત્યેક દાણે જીવ છે; કેળામાં તો આખાયમાં એક જ જીવ છે; તથાપિ તે
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy