SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૨૯ માટે “અપાત્ર” કહીને દૂધ દેવાતું નથી. ખાંસીના દર્દી બાળકોને પીપરમીંટ ખાવાની તીવ્ર ભાવના છતાં, “પીપરમીંટ ખાવા માટે નાલાયક' કહીને અવગણી નાખવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરવાની ભાવના ચાલતી જ નથી, ટિકિટ મેળવ્યાની પાત્રતા પણ જોવી પડે છે. આ વસ્તુસ્થિતિ હોવા છતાં ધર્મના ક્ષેત્રમાંથી કોણ જાણે પાત્રતાના વિચારની હકાલપટ્ટી થઈ રહી છે. ‘ભાવના હોય એટલે જ ધર્મ કરવા લાયક' એવો અવાજ હવે તો ચારે બાજુથી ઊઠવા લાગ્યો છે. મને તો લાગે છે કે અપાત્રોને પણ ધર્મના ક્ષેત્રોમાં ઘુસાડી દઈને ધર્મનો નાશ કરી દેવા માટેનું આ કોઈ ભેદી કાવતરું જ હોવું જોઈએ. ભાવનાવાદના ઝેરથી જો કોઈ ધર્મ બચવું જ હોય તો તેણે પાત્રતાના સનાતન સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી જ રહેવું પડશે. હજારો અપાત્રોના ધર્મપ્રવેશથી સંખ્યાવધારો થશે પણ ધર્મનો જ મૂળમાંથી નાશ થઈ જશે. ભૂલેચૂકે ધર્મપ્રવેશની ભાવના દેખાડતા દંભીઓને ધર્મક્ષેત્રમાં પ્રવેશવા દેશો મા! ભાવના અને પાત્રતા ભાવના અને પાત્રના-બેય-તદ્દન જુદા જ પદાર્થો છે. પરીક્ષામાં બેસનારા પ્રત્યેક વિદ્યાર્થીની ભાવના હોય છે કે, હું પહેલા નંબરે ઉત્તીર્ણ થાઉં તો બહુ સારું. પણ પહેલા નંબરે ઉત્તીર્ણ થવાની પાત્રતા તો એક જ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય છે. ભાવના કરતાં પાત્રતા જ મહત્ત્વનું વ્યવસ્થાપક બીજ છે. સર્વત્ર ભાવના નથી જોવાતી; પાત્રતા જ જોવાય છે. કેમકે દુનિયામાં સોને પોતપોતાના વર્તુળમાં વ્યવસ્થા જોઈએ. વડા પ્રધાન થવાની ભાવનાવાળા-અપાત્રને કદી વડા પ્રધાનની ખુરશીએ બેસાડાય ? દૂધ પીવાની ભાવનાવાળા સંગ્રહણીના દર્દીને-અપાત્રને-માતા દૂધ દે ખરી?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy