SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૧૩ “ધન્ના-શાલિભદ્રની અદ્ધિ હોજો” એમ શા માટે? દિવાળીના દિવસે ચોપડાના મુહૂર્ત કરતા તમામ જેનો “ધન્નાશાલિભદ્રની ઋદ્ધિ હોજો” એવું જ કેમ લખે છે? બેશક, થોડી-ઘણી લોભદશાને કારણે તેઓ માત્ર શાલિભદ્રની ઋદ્ધિ માંગવાને બદલે ધન્નાજીની પણ ઋદ્ધિ માગે એ વાત સમજાય તેવી છે પરંતુ પ્રશ્ન એ છે કે ધન્નાજી અને શાલિભદ્રજી જેવો જ અબજોપતિ એ જ સમયમાં મમ્મણ શેઠ પણ હતો, તો પછી મમ્મણ શેઠની ઋદ્ધિ કેમ માગવામાં આવતી નથી! જૈનોના પૂર્વજોએ આ ગોઠવણ પાછળ કઈ બુદ્ધિ લગાડી હશે? જાણો છો? જેન તે જ કહેવાય જે મોક્ષાભિલાષી હોય; મોક્ષ પામવા માટે સાધુપણું, ઘરબારનો ત્યાગ અનિવાર્ય છે માટે સાધુપણાનો અને ઘરબાર ત્યાગનો અતિ લાલચું પણ એ હોય જ, છતાં જો એને સંસારમાં રહેવાની ફરજ પડે તો આજીવિકા વગેરે માટે એને સંપત્તિની જરૂર પડે ખરી. એથી જ એ શ્રાવક સંપત્તિ તો માગે... પણ મમ્મણની સંપત્તિ કદાપિ ન માંગે. કેમકે તેને એ વાતની બરોબર ખબર છે કે સંપત્તિની કારમી મૂછના પાપે જ મમ્મણ સાતમી નારકમાં ગયો છે. એવી સંપત્તિ અમારે ન જ જોઈએ. એના કરતાં તો ભિખારી બનવું સારું. ધન્નાજી કે શાલિભદ્રની સંપત્તિ કોઈ જુદી જ જાતની હતી. એમાં તેઓ મુંઝાયા તો નહિ પરંતુ એને લાત મારીને સાધુ થયા! શ્રાવકની ભાવના સાધુ થવાની તો હોય જ માટે જ સાધુપણું અપાવતી ધન્નાશાલિભદ્રની જ સંપત્તિ તે માંગે એ વાત એકદમ તર્કસંગત છે. આથી જ બીજાના બળ ન માંગતા બાહુબલિજીનું દીક્ષા દેવાની તાકાતવાળું જ બળ માંગ્યું. શ્રાવકનું લગ્નજીવન પણ યોગને મજબૂત બનાવવા માટે જે શ્રાવક છે તે મોજમજા કરવાના એકમાત્ર હેતુથી કદી લગ્ન કરે નહિ. કર્યજનિત વાસનાઓની પજવણીને યોગ્ય રીતે જે શ્રાવક કાબૂમાં લઈ લે છે એ તો જિનોક્ત સર્વવિરતિ માર્ગે ચાલ્યો જ જાય છે. પરંતુ જેની એ સ્થિતિ નથી એવો શ્રાવક દીક્ષા ન લે તો ય ઉચ્ચતમ કક્ષાનું શ્રાવકજીવન તો જીવે જ ને?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy