SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૧૧ (૫) સિનેમા ત્યાગ. આજકાલના જૈન ગણાતા બાળકોમાં આ પાંચ આચારોનું ય દેવાળું નીકળી ગયેલું જોવા મળે છે. દુઃખની આ વાત છે. જો જૈનો પોતાનો ધર્મ ટકાવવા માટે આટલો ય ભોગ નહિ આપે તો શું મુસ્લિમ લોકોને આ ધર્મ ટકાવવાની વાત કરવા જવું? જો આટલો ધર્મ કરવાની તમને સગવડ હોય; જો તે માટેની ફુરસદ પણ હોય તો તમારે તમારી ખાતર આટલો ધર્મ તો કરવો જોઈએ. ઘરની દરેક વ્યક્તિએ પણ સહજ રીતે કરવો જ જોઈએ. સગવડ અને સમય બે ય હોવા છતાં કેટલાક મોટા (!) માણસો આટલો ય આચાર પાળતા નથી. તેમને આપણે જો પૂછીએ કે, “કેમ જિનપૂજા કરતા નથી?” તેઓ ઉત્તર આપે છે, “મૂડ આવતો નથી.” ખરું નીકળ્યું છે આ “મૂડ’ નામનું પ્રાણી! રખે તમે આવા ધોયેલા મૂળા જેવો ઉત્તર દેતા! પાપમય સંસારમાંથી ઊગરી જવું હોય તો ડાહ્યા બની જાજો. શ્રાવકવાય નમસ્તસ્મા કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચન્દ્રસૂરિજીએ યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં શ્રાવકપણાના ધર્મની પ્રશંસા કરવા દ્વારા એ શ્રાવકત્વને નમસ્કાર કર્યો છે. જેણે વીતરાગસર્વજ્ઞ પરમાત્માને પોતાના તરણતારણહાર તરીકે સ્વીકાર્યા; જેણે નિર્ઝન્ય સાધુને પોતાના ઉપકારી ગુરુદેવ તરીકે વધાવ્યા અને કૃપામૂલક ધર્મને જેણે હૈયે પધરાવ્યો તે શ્રાવકને લાખ લાખ વંદન. જેની આ સ્થિતિ હોય તે વીતરાગદશાને પામવા માટે તલપાપડ હોય; “એ દશા પમાડી આપનારું સાધુજીવન, મને ક્યારે મળે?'' એની માળા ભારે ભાવ સાથે એ જપતો જ હોય; કોઈ પણ જીવની હત્યા કરવી પડે તોય એનું અંતર રડી પડતું હોય, આ બધી બાબતો એનામાં સહજ રીતે, સામાન્યતઃ જોવા મળતી જ હોય. માત્ર બોલવાથી જ ચાલે કે સુદેવ, સુગુરુ, અને સુધર્મને હું માનું છું માટે શ્રાવક છું કે સમ્યગ્દષ્ટિ છું?” ના જરા ય નહિ. સુદેવાદિ માનનારાની માનસિક સ્થિતિ પણ ઉપર મુજબની હોય છે. એવી સ્થિતિ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy