SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મનને સલાગણીથી વાસિત કરતા જ રહો સહારો કોનો ? પુણ્યનો ? કે ધર્મનો ? આપણું સંપૂર્ણ સંયમજીવન આજે કોના સહારે ચાલી રહ્યું છે? પુણ્યના સહારે ? કે ધર્મના સહારે? નદીના પ્રવાહમાં વહેતું ઘાસનું તલખણું આખરે તો સાગરમાં ભલે જઈ પહોંચતું હોય પરંતુ લાગણીના પ્રવાહમાં વહેતું મન કાયમ માટે સારી જગાએ જ પહોંચતું હોય છે એવું નથી. એ ઉપાસનાના પાત્ર સુધી પહોંચીને સ્વયે ઉપાસ્ય પણ બની જતું હોય છે તો વાસનાના પાત્ર આગળ અટકી જઈને ગંદું પણ બની જતું હોય છે. આ હિસાબે જ લાગણીના પ્રવાહમાં મનને વહેતું રાખતા , પહેલાં એની દિશા આપણે બરાબર સમજી લેવાની છે જરૂર છે. યાદ રાખજો, આકાશ જેમ દિવસ કે રાત વિના રહી શકતું જ નથી તેમ મન પણ સારી કે, નરસી લાગણીવિના રહી શકતું જ નથી. જ્યારે મનની આ જ સ્થિતિ છે ત્યારે એને સ લાગણીથી જ વાસિત કરતા રહેવાની સાવધગીરી આપણે દાખવવી જ રહી ! પુણ્યના સહારે એટલે ? અનુકૂળતાઓના સહારે અને ધર્મના સહારે એટલે ? સગુણોના સહારે. સવૃતિના સહારે. સમ્પ્રવૃતિઓના સહારે ! ખૂબ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની આપણે જરૂર છે. સંયમજીવનમાં અનુભવાતા આનંદનો અને પ્રસન્નતાનો સ્રોત જો અનુકૂળતાઓ જ હોવાનું અનુભવાતું હોય તો સમજી રાખવું કે આ આનંદ ક્ષણજીવી જ રહેવાનો છે. કારણ ? અનુકૂળતાઓ આપતું પુણ્ય ક્યાં દીર્ઘજીવી હોય છે? ૯૮
SR No.008913
Book TitleMare Mitra Banvu che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy