SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શું ન જાણવું જોઈએ ?' એની જાણકારી આપણને ખરી ? ખબર તો ખરી, ખાતરીનું શું? સંયમજીવનને દોષોથી અને અતિચારોથી જો આપણે બચાવતા રહેવા માગીએ છીએ તો આ જીવનમાં આપણે શું કરવું જોઈએ ?' એની જાણકારી આપણને કદાચ મોડી મળે તો ચાલી જાય તેમ છે પરંતુ “શું ન કરવું જોઈએ ?” એની જાણકારી તો વહેલામાં વહેલી તકે મેળવી જ લેવી પડે તેમ છે આપણે. કારણ ? દોષસેવન અને અતિચાર સેવનનો બહુધા સંબંધ નિષિદ્ધ આચરણના સેવન સાથે જ હોય છે. દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ "©]ëÀ©]e? GEÁJ|oÁ2 wvY EAR AAY]60 ×|©I|' જીવ-અજીવને નહીં જાણનારો, સંયમ પાળી જ કેવી રીતે શકે? આવો, વિકથા નથી જ કરવાની, રસલંપટતા નથી જ પોષવાની, પ્રમાદ નથી જ શાસ્ત્રોના વાંચનથી આપણે એટલું તો ચોક્કસ સમજી ચૂક્યા છીએ કે ‘પાપ ખરાબ છે, દોષ-દુર્ગાન-દુર્ભાવ ખરાબ છે, પ્રમાદ ખરાબ છે, વિકારી નજર, પરનિંદા, વિરાધના ખરાબ છે’ પ્રશ્ન એ છે કે આ બધું “ખરાબ' છે એ તો આપણને સમજાઈ ગયું છે પરંતુ એની આપણને ‘ખાતરી’ થઈ ગઈ છે ખરી? યાદ રાખજો , “ખરાબ'ની સમજણ માત્રથી એનાથી આપણો છુટકારો નહીં થઈ જાય, એની ખાતરી જ આપણને એનાથી છુટકારો અપાવશે. સમજણનો અર્થ છે KNOWING જ્યારે ખાતરી નો અર્થ છUNDERSTANDING. આપણે ‘સમજણ' ને ‘ખાતરી’ માં રૂપાંતરિત કરીને જ રહીએ. આપણું કામ થઈ જશે.
SR No.008913
Book TitleMare Mitra Banvu che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy