SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 90 જ્ઞાનસાર શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે! એ શ્રદ્ધાને હૃદયસ્થ કરીને આરાધના કરવાની કે “જ્ઞાનાચારના પ્રસાદથી અવશ્ય કેવળજ્ઞાન પ્રગટે...' દર્શનાચારની સેવા ત્યાં સુધી કરવાની, જ્યાં સુધી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ન થાય. ચારિત્રાચારની ઉપાસના ત્યાં સુધી કરવાની, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય, તપાચારનું સેવન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી “શુક્લ ધ્યાનની મસ્તી ન જાગી જાય! વીર્યાચારનું પાલન ત્યાં સુધી કરવાનું, જ્યાં સુધી અનંત વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત ન થાય. ચિત્તમાં આ પ્રમાણે દઢ સંકલ્પ બનાવવાનો. સંકલ્પહાન ક્રિયા નિષ્ફળ બને છે. કેવળજ્ઞાન, ક્ષાયિક દર્શન, યથાખ્યાત ચારિત્ર, શુક્લ ધ્યાન અને અનંત વિશુદ્ધ વર્ષોલ્લાસની પ્રાપ્તિનો દઢ સંકલ્પ રાખીને જ્ઞાનાચારાદિમાં પુરુષાર્થશીલ બનવાનું છે. ત્યાં સુધી જ જ્ઞાનાચારાદિમાં પુરુષાર્થ કરવાનો છે, જ્યાં સુધી તેના શુદ્ધ પદની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી શુભોપયોગની દશા છે, જ્યાં સુધી સવિકલ્પ અવસ્થા છે, ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પંચાચારનું પાલન અવશ્યમેવ જરૂરી છે. નિષ્કર્ષ એ છે કે પાલન જ્ઞાનાચારાદિનું કરવાનું અને લક્ષ એના-એના અંતિમ શુદ્ધ પદનું રાખવાનું. પરંતુ જ્યાં નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યાં નથી રહેતો સંકલ્પ કે નથી રહેતી કોઈ પણ ક્રિયા. નિર્વિકલ્પ યોગમાં તો ઉચ્ચ કક્ષાની ધ્યેય-ધ્યાન-ધ્યાતાની અભેદ અવસ્થા છે. એ અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે આચારોના આલંબને શુભોપયોગમાં રમણતા કરવાની છે. योगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् । ત્યેવં નિ બ્રહ્મ પરમુપતે છાદરૂા. અર્થ : યોગનો રોધ કરવાથી ત્યાગી થયેલો બધાં યોગનો પણ ત્યાગ કરે. એમ બીજા દર્શનવાળાએ કહેલ “નિર્ગુણ બ્રહ્મ ઘટે છે. વિવેચન : સર્વત્યાગની પરાકાષ્ઠાનું કેવું અપૂર્વદર્શન કરાવવામાં આવે છે! ઔદયિક ભાવોનો ત્યાગ (ધર્મસંન્યાસં) કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવવાનું. ક્ષાયોપશમિક ભાવોનો પણ દ્વિતીય અપૂર્વકરણ કરવા ટાણે ત્યાગ કરી દેવાનો. “Hપવએ યોનિઃ શાયોપક્ષિાજ્યારિવાનિવૃત્તે ' (યો દ્રષ્ટિ સમુગ્ધચ) જે મહાત્માએ ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યું.. ક્ષમા વગેરે * જુઓ પરિશિષ્ટ છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy