SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ વિવેચન : “મારી પ્રિયતમા હવે એકમાત્ર સમતા છે! હું હવે એને જ વફાદાર રહીશ. અવશ્ય એને દગો નહીં દઉં... આજદિન સુધી હું એને બેવફા નીવડ્યો... હું એ પતિવ્રતા સુશીલ સ્ત્રીને છોડી મમતાના વેશ્યાવાડામાં ભટક્યો. ખૂબ.. ભટક્યો. મમતા...સ્પૃહા..કુમતિ... વગેરે વેશ્યાઓની સાથે દિવસોના દિવસો વિતાવ્યા... મહિનાના મહિના વિતાવ્યા. વર્ષોનાં વર્ષો વિતાવ્યાં... મોહમદિરાના નામ પર જામ ભરી-ભરીને તે વેશ્યાઓએ મને પાયા...હું મૂચ્છિત... બેહોશ બની ગયો... તે બાહ્યપ્રેમી વેશ્યાઓએ મને લૂંટી લીધો.. મારાં તન...મન...ધન ચૂસી લીધાં.. હું મોહમદિરાના નશામાંથી જાગ્યો. મેં એ વેશ્યાઓ પાસે જવા પગ ઉપાડ્યા... ત્યાં તો મારા પર દંડા લઈને એની દાસીઓ તૂટી પડી. મને મારી-ઝૂડી બહાર કાઢી મૂક્યો.. હાય, તોયે મારા હૃદયમાંથી એ વેશ્યાઓ ન ભુલાઈ. પુનઃ હું તન-મન...ધન ઠીક ઠીક થતાં એમના દ્વારે પહોંચ્યો. તેમણે મને સત્કાર્યો.. પરંતુ પુનઃ એ મોહમદિરાના માદક પ્યાલા...પુનઃ મૂર્છા...પુનઃ દંડા.. બસ, ઘણું થઈ ગયું. હવે મેં એ મમતા વગેરે વેશ્યાઓને તિલાંજલિ આપી દીધી છે...સમતાને જ મારી પ્રિયતમા કરી છે. તેના સહવાસમાં મને શાંતિ છે, સુખ છે, પ્રસન્નતા છે. જગતનાં સગાં-સ્નેહીઓને પણ મેં જોઈ લીધાં... અનુભવી લીધાં...ક્ષણમાં રોષ ને ક્ષણમાં તોષ! કેવળ સ્વાર્થની જ સાધના.. સર્ષ એ સગાં-સ્નેહીઓથી.. તો મારાં સગાં-સ્નેહી એમને બનાવ્યાં છે કે જેઓ કદી વૈષયિક રોષ-તોષ કરતાં નથી! તેમની પાસે તો છે કેવળ સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણા! તે છે નિગ્રંથ સાધુપુરુષ. એ જ હવે મારાં સગાં છે...નેહી છે.' આ પ્રમાણે બાહ્ય પરિવારનો ત્યાગ કરી આત્મા ઔદયિક ભાવોનો ત્યાગી બને છે અને ક્ષાયોપશમિક ભાવોને પ્રાપ્ત કરનારો બને છે. ઔદયિક ભાવોમાં રમણતા એનું નામ સંસાર... જ્યાં સુધી એ રમણતાનો વાસ્તવિક ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી સંસારત્યાગી ન બની શકાય. धर्मास्त्याज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।।४।।६० ।। અર્થ : ચન્દનની ગંધસમાન શ્રેષ્ઠ ધર્મસંન્યાસ પ્રાપ્ત કરીને, સત્સંગથી ઉત્પન્ન થયેલા અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા પણ ધર્મો તજવા યોગ્ય છે. વિવેચન : સત્સમાગમથી “ક્ષાયપશામિક ધર્મો આત્મામાં પ્રગટ થાય For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy