SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૨ જ્ઞાનસાર ૩૧ 3છે. નર્ચાવિચાર" ૧૧૪ પ્રમાણથી પરિચ્છિન્ન અનંતધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર (બીજા અંશોનો પ્રતિક્ષેપ કર્યા વિના) અધ્યવસાયવિશેષને “નય’ કહેવામાં આવે છે. પ્રત્યેક પદાર્થ અનંતધર્માત્મક હોય છે. “પ્રમાણ” એ પદાર્થને અનંતધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય' એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને ગ્રહણ કરે છે ને સિદ્ધ કરે છે. પરંતુ એક ધર્મનું ગ્રહણ કરતાં, પ્રતિપાદન કરતાં બીજા ધર્મોનું ખંડન નથી કરતો. પ્રમાણ” અને “નય' માં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશ) “છે. જેવી રીતે સમુદ્રનો એક દેશ-અંશ સમુદ્ર ન કહેવાય તેમ અસમુદ્ર પણ ન કહેવાય તેવી રીતે નયોને પ્રમાણ ન કહેવાય તેવી રીતે અપ્રમાણ ન કહેવાય. શ્રી આવશ્યવસૂત્ર'ની ટીકામાં શ્રીયુત્ મલયગિરિજીએ પ્રતિપાદન કર્યું છે કે જે નય નયાન્તર સાપેક્ષતાથી “ચાતુ' પદયુક્ત વસ્તુને સ્વીકારે છે તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકારે છે, માટે તેનો “પ્રમાણ માં જ અન્તર્ભાવ થઈ જાય છે. જે નયાત્તરનિરપેક્ષતાથી સ્વાભિપ્રેત ધર્મના આગ્રહપૂર્વક વસ્તુને ગ્રહણ કરવાનો અભિપ્રાય ધારણ કરે છે તે “નય' કહેવાય, વસ્તુના એક દેશનું ગ્રહણ કરતો હોવાથી. ૧૩૬. ૩૨ મું સર્વનયાશ્રય અષ્ટક, શ્લોક ૧. १३७. प्रमाणपरिच्छिन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेशपाहिणस्सदितरांशाप्रतिक्षेपिणोऽध्यवसायविशेषा नयाः। - जैन तर्कभाषायाम् १३८. यथा हि समुद्रैकदेशो न समुद्रो नाप्यसमुद्रस्तथा नया अपि न प्रमाणं न वाऽप्रमाणमिति। - जैन तर्कभाषायाम १३९. इह यो नयो नयान्तरसापेक्षगता स्यात्पदलाच्छितं वस्तु प्रतिपद्यते स परमार्थतः परिपूर्ण वस्तु गृह्णाति इति प्रमाण एवान्तर्भवति, यस्तु नयवादान्तरनिरपेक्षतया स्वाभिवप्रतेनव धर्मेण अवधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नयः। - आवश्यकसूत्र - टीकायाम् For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy