SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૦ શાનિસાર (૩) તથાકાર : પોતે સ્વીકારેલા સુગુરુનું વચન કોઈ વિકલ્પ વિના “તહરિ' કહીને સ્વીકારી લેવું. (૪) આવશ્યકી (આવસહી) : જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે મકાનની બહાર નીકળતા આવરૂહી” બોલીને નીકળવું. આવશ્યક કાર્ય માટે બહાર જવું તે આવશ્યકી. (૫) નેલિકી (નિસીપી) : આવશ્યક કાર્ય પૂર્ણ કરીને સાધુ મકાનમાં આવે ત્યારે પ્રવેશતાં ‘નિસીહી. બોલીને પ્રવેશ કરે. () પૃચ્છા : કંઈ કામ ઉપસ્થિત થવું હોય તો ગુરુદેવને પૂછે : “ભગવન્! આ કામ હું કરું?' (૭) પ્રતિપૃચ્છા : પહેલાં કોઈ કામ માટે ગુરુ મહારાજે ના પાડી હોય પણ વર્તમાનમાં એ કામ ઉપસ્થિત થયું હોય તો ગુરુ મહારાજને પૂછે કે : “ભગવન્! પહેલાં આપે આ કામ કરવાની ના પાડી હતી, પણ અત્યારે તેનું જ પ્રયોજન છે, જો આપની આજ્ઞા હો તો હું એ કરું?” ગુરુ મહારાજ જેમ કહે તેમ કરે. પ્રતિપ્રચ્છા' નો બીજો અર્થ એ છે કે કોઈ કામ કરવાની ગુરુ મહારાજે હા પાડી હોય, છતાં એ કાર્ય માટે પ્રવૃત્ત થતાં પુનઃ ગુરુ મહારાજને પૂછવું. (૮) છંદણા : સાધુ ગોચરી લાવીને સહવર્તી સાધુઓને કહે : “હું ગોચરી (ભિક્ષા) લઈ આવ્યો છું, જેને જે ઉપયુક્ત હોય તે ઇચ્છાપૂર્વક ગ્રહણ કરો.” (૯) નિમંત્રણા : ગોચરી જતી વખતે સહવર્તી સાધુઓને પૂછે (નિમંત્રણ આપે) કે “હું આપના માટે યોગ્ય ગોચરી લાવીશ.” (૧૦) ઉપસંપર્ક વિશિષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે એક ગુરુકુલમાંથી બીજા ગુરુકુલમાં જવું. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy