SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાનિસાર ૨. દૂધમાંથી અમુક જ સમયે દહીં જામે છે. ૩. તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી ન શકે અને નિશ્ચિત સમયે મૃત્યુ આવે જ છે. ૪. છ ઋતુઓ એના કાળે આવતી જાય છે, અને બદલાતી જાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ છે. સ્વભાવ : સ્ત્રીને મૂછ કેમ નથી ઊગતી? એવો સ્વભાવ છે! હથેળીમાં વાળ કેમ નથી ઊગતા? લીંબડાના વૃક્ષ ઉપર કેરી કેમ ન આવે? મોરનાં પીંછાઓ આવાં રંગબેરંગી અને કલાયુક્ત કેમ? બોરડીના કાંટા આવા અણીદાર કેમ? ફળ-ફૂલોના આવા વિવિધ રંગો કેવી રીતે? પર્વત સ્થિર કેમ અને વાયુ ચંચળ કેમ? – આ બધાં પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દ છે; સ્વભાવ! ભવિતવ્યતા : આંબા ઉપર મહોર આવે છે, પરંતુ કેટલીક ખરી જાય છે, કેટલીક કેરી ખાટી ને કેટલીક કેરી મીઠી – આવું કેમ? જેનો કોઈ વિચાર પણ ન કર્યો હોય તેવી વસ્તુ મળી જાય છે - આવું કેમ? એક મનુષ્ય યુદ્ધમાંથી જીવતો આવે છે કે ઘરમાં મરી જાય છે – આવું કેમ? આ બધાં કાર્યોમાં મુખ્ય ભાગ ભજવે છે - ભવિતવ્યતા. કર્મ : જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, તે કર્મને લીધે. રામને વનમાં વસવું પડ્યું ને સીતાને કલંક આવ્યું તે કર્મને લીધે. ભગવાન આદિનાથને વર્ષ સુધી અન્ન-પાણી ન મળ્યાં તે કર્મને લીધે. ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાણા તે કર્મને લીધે. ભૂખ્યો ઉંદરડો કરંડિયો જોઈને કાપે છે, કરંડિયામાં ઘૂસે છે, અંદર રહેલો ભૂખ્યો સાપ એ ઊંદરડાને ગળી જાય છે – આ કર્મને લીધે! આ બધાં કાર્યોમાં મુખ્ય કારણ કર્મ છે. પુરુષાર્થ : રામે પુરુષાર્થથી લંકાવિજય કર્યો...તલમાંથી તેલ કેવી રીતે નીકળે છે? વેલડી ઘર ઉપર કેવી રીતે ચઢે છે? પુરુષાર્થથી. લોકો પણ કહે છે : “ટીપે ટીપે સરોવર ભરાય..’ પુરુષાર્થ વિના વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ-કશું પ્રાપ્ત થતું નથી. એક વાત અહીં મહત્ત્વપૂર્ણ છે : આ પાંચ કારણોમાંથી કોઈ એક કારણ કાર્યને પેદા કરી શકતું નથી. હા, એક કારણ મુખ્ય હોય અને બીજાં ચાર ગૌણ હોય. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે : For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy