SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૫૩ પાંચ શરીર • જિનકલ્પી કોઈને દીક્ષા ન આપે. જો જ્ઞાનમાં દેખાય કે આ અવશ્ય દીક્ષા લેનાર છે તો ઉપદેશ આપે, અને સંવિગ્ન ગીતાર્થ સાધુઓની પાસે મોકલી દે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મનથી પણ સૂક્ષ્મ અતિચાર લાગી જાય તો પ્રાયશ્ચિત્ત ૧૨૦ ઉપવાસ આવે. * એવું કોઈ કારણ નથી કે જેથી અપવાદ પદનું સેવન કરવું પડે. * આંખનો મળ પણ દૂર ન કરે. ચિકિત્સાદિ ન કરાવે. ત્રીજી પોરીમાં આહાર-વિહાર કરે, શેષ કાળમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહે. * જંઘાબળ ક્ષીણ થઈ જાય, વિહાર કરી ન શકે, તો પણ એક ક્ષેત્રમાં રહેતા તેઓ કોઈ પણ દોષ ન લાગવા દે, અને સ્વ-કલ્પનું અનુપાલન કરે. સ્થવિકલ્પી મુનિ પુષ્ટાલંબને અપવાદ-માર્ગનું પણ આસેવન કરે. સ્થવિરકલ્પી મુનિ ગુરુકુલવાસમાં ૨હે. ગચ્છવાસની મર્યાદાઓનું પાલન કરે. ૫ መ પાંચ શરીર આ વિશ્વમાં જીવોનું શરીર કોઈ એક પ્રકારનું જ નથી. ચાર ગતિમય આ વિશ્વમાં પાંચ પ્રકારનાં શરીર હોય છે. આ પાંચ ભેદ, શરીરના આકારના માધ્યમથી નથી, પરંતુ શરીરો જે પુદ્ગલોમાંથી બને છે એ પુદ્ગલોની જાતના માધ્યમથી છે. આ શરીરો અંગેનું વિવેચન ‘વિચારપંચાશિકા' નામના ગ્રંથના આધારે કરવામાં આવે છે. શરીરનાં નામ ઃ (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ, અને (૫)કાર્પણ. શરીરની બનાવટ : પાંચ પ્રકારનાં દ્રવ્યોમાં એક દ્રવ્ય છે પુદ્ગલાસ્તિકાય. આ પુદ્ગલો ચૌદે રાજલોકમાં વ્યાપ્ત છે. એ પુગલોની ૨૬ વર્ગણાઓ (જથ્થાઓ) છે. એમાંથી જીવને ઉપયોગી માત્ર ૮ વર્ગણાઓ છે. તેમાં જે ‘ઔદારિક વર્ગણા છે, ૮૮. ૧૯મું તત્ત્વદૃષ્ટિ અષ્ટક, શ્લોક ૫. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy