SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચાસ્તિકાય ૪૪૩ વ્યતિરિક્ત દ્રવ્યો માત્ર લોકાકાશવ્યાપી જ છે; જ્યારે આકાશાસ્તિકાય લોકઅલોક બંનેમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાયને આકાશ અવકાશ આપે છે. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાય લોકાકાશને અવગાહીને રહેલાં છે. अवगाहिनां धर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः! - તાર્ચમાણ, , ૬, ૧૮ जीवास्तिकाय : જે જીવે છે, જીવશે અને જીવેલો છે તે જીવ. “નીવંતિ નીવિન્તિ ગાવિતત્ત રુતિ નીવા |' સંસારી જીવ દશ પ્રાણોથી જીવે છે, જીવશે, અને જીવેલો છે. પાંચ ઇન્દ્રિય-મન, વચન અને કાયા, આયુષ્ય અને ઉદ્ભુવાસ, આ દસ પ્રાણ છે. પ્રત્યેક જીવ અસંખ્ય પ્રદેશાત્મક હોય છે; સ્વદેહવ્યાપી હોય છે; અરૂપીઅમૂર્ત હોય છે; અનુત્પન્ન અવિનાશી છે. પરસ્પરોપગ્રહો નીવાના - (તસ્વાર્થ, ૩. સૂ. ૨૧) અન્યોન્ય ઉપકારક કરવો. એ જીવોનું કાર્ય છે. હિતના પ્રતિપાદન દ્વારા અને અહિતના નિષેધ દ્વારા જીવો એકબીજા પર ઉપકાર કરી શકે છે. પુદ્ગલો કરી શકતા નથી. જીવનું અંતરંગ લક્ષણ છે ઉપયોગ - ‘ઉપયોત્રિફળ નીવ'I पुद्गलास्तिकाय : જેનો પૂરણ-ગલન સ્વભાવ હોય તે પુદ્ગલ; અર્થાત્ જેમાં હાનિવૃદ્ધિ થાય તે મુદ્દગલ કહેવાય. તે પગલો પરમાણુથી માંડી અનંતાણુક સ્કંધ સુધી હોય છે. પુદ્ગલના ચાર ભેદ છે : સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પદગલ રૂપી છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ કહેવાય? સ્વરસ જૂવવન્તઃ પુનીટ (તસ્વાર્થ, , , . ૨૩). “પંજારિતા ' માં શ્રી કુંદકુંદાચાર્યજીએ પુગલને ઓળખવાની રીત બતાવતાં કહ્યું છેઃ ७९, खंधा य खंधदेसा खंधपदेसा य होति परमाणू।। इति ते चदुखियप्पा पुग्गलकाया मुणेयव्वा ।।१७४ ।। - पंचास्तिकाय-प्रकरणे For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy