SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ ૨. મુત્થાત : કેવળીને વેદનીયાદિ અઘાતી કર્મો વિશેષ હોય અને આયુષ્ય ઓછું હોય ત્યારે તે બંનેને તુલ્ય કરવા માટે (વેદનીયાદિ કર્મો, આયુષ્ય સાથે જ ભોગવાઈને પૂર્ણ થઈ જાય તે માટે) આ સમુદ્ધાતની ક્રિયા કરવામાં આવે છે. જ્ઞાનસાર પ્રશ્ન : ઘણા કાળ સુધી ભોગવાઈ શકે એવાં વેદનીયાદિ કર્મોનો એકદમ નાશ કરવાથી ‘કૃતનાશ' દોષ ન આવે? સમાધાન : ઘણા કાળ સુધી ફળ આપવાને નિશ્ચિત થયેલાં વેદનીયાદિ કર્મો, તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ ઉપક્રમ (કર્મક્ષયનો હેતુ) વડે જલદીથી ભોગવી લેવાય છે. તેમાં ‘ત્તનાશ' નથી આવતો. હા, કર્મોને ભોગવ્યા વિના જ નાશ કરે તો તો દોષ આવે. અહીં એ કર્મો જલદીથી ભોગવાઈ જાય છે. કર્મોનો ભોગ (અનુભવ) બે રીતે થાય છેઃ (૧) પ્રદેશોદય વડે, અને (૨) રસોદય વડે. પ્રદેશોદય વડે સર્વ કર્મો ભોગવાય છે. ૨સોદય વડે કોઈ ભોગવાય, કોઈ ન પણ ભોગવાય. ૨સોદય વડે ભોગવવાથી જ જો સર્વકર્મનો ક્ષય થાય, તેમ માનવામાં આવે તો અસંખ્ય ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વડે નરકાદિ ગતિઓમાં જે કર્મો ઉપાર્જન કર્યાં છે તે સર્વનો મનુષ્યાદિ એક ભવમાં જ અનુભવ (ભોગ) ન થઈ શકે, કેમ કે જે જે ગતિયોગ્ય કર્મો બાંધ્યા હોય તે તે ગતિમાં આત્મા જાય ત્યારે જ તેનો વિપાકોદય થાય! તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે થાય? ૫૪ જ્યારે આયુષ્ય અન્તર્મુહૂર્ત બાકી હોય, ત્યારે સમુદ્દાત કરવામાં આવે છે. પહેલા સમયે પોતાના શરીરપ્રમાણ અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ પોતાના આત્મપ્રદેશોનો દંડ કરે. બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણમાં કપાટ રૂપે બનાવે. ५३. चेदायुषः स्थितिर्न्यना सकाशाद्वेद्यकर्मणः । तदा तत्तुल्यतां कर्तुं समुद्धातं करोत्यसौ ।। ८९ ।। - गुणस्थानक्रमारोहे = For Private And Personal Use Only ५४. दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ।। २७८ || - प्रशमरतिप्रकरणे
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy