SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વનયાશ્રય અને જે પુણ્યપુરુષોએ એ પ્રવચનને સ્વીકાર્યું છે, મનમાં ધાર્યું છે અને હૃદયથી પ્યારું કર્યું છે, તેઓને વારંવાર નમસ્કાર કરતા ઉપાધ્યાયજી ગદ્ગદ્ થઈ જાય છે! તે ત્રિભુવનપતિ શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર નમસ્કાર હો કે જેમણે આવું સર્વનયાશ્રિત પ્રવચન પ્રકાશીને જીવો પર અનંત ઉપકાર કર્યો તે સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ, મત્સ્યવાદી, હરિભદ્રસૂરિ... વગેરે મહાન આચાર્યોને પુનઃ પુનઃ વંદના હો કે જેમણે સર્વનરાશ્રિત ધર્મશાસનની મનુષ્યોને પ્રભાવના કરી, અને પોતાના મનમાં એ શાસનને પરિણાવીને અદ્ભુત દૃષ્ટિ પ્રાપ્ત કરી. ભવભાવના” ગ્રન્થમાં આવા મહાન આચાર્યોના આ દૃષ્ટિએ જ ગુણ ગાયા છે : 'भदं बहुसुयाणं बहुजणसंदेहपुच्छणिज्जाणं। उज्जोइअभुवणाणं झिणमि वि केवलमयंके ।।' “કેવળજ્ઞાનરૂપ ચન્દ્ર અસ્ત થવાથી જેણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણા મનુષ્યોના સંદેહો જેને પૂછી શકાય એવા બહુશ્રુતોનું ભદ્ર થાઓ!' બહુશ્રુત સર્વનયજ્ઞ મહાપુરુષો પ્રત્યે ભક્તિ-બહુમાન બતાવવામાં આવ્યું છે. તેમને વારંવાર વંદના કરવામાં આવી છે. એમનું સર્વોપરી મહત્ત્વ ગાવામાં આવ્યું છે. निश्चये व्यवहारे च त्यकत्वा ज्ञाने च कर्मणि । પાક્ષિ વિરત્તેમાલી: શુદ્ધભૂમિમ્ TIGUરક अमूढलक्ष्याः सर्वत्र पक्षपातविवर्जिताः। जयन्ति परमानन्दमया: सर्वनयाश्रयाः ।।८।२५६।। અર્થ : નિશ્ચયનયમાં, વ્યવહારનયમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાનમાં એક પક્ષમાં રહેલા ભ્રાન્તિના સ્થાનને છોડીને શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા લક્ષ ન ચૂકે એવા બધે ય પક્ષપાતરહિત પરમાનંદરૂપ સર્વ નયના આશ્રયભૂત (જ્ઞાની) જયવંતા વર્તે છે. વિવેચન : એનો પક્ષપાત ન હોય નિશ્ચયનયનો, કે ન હોય વ્યવહારનયનો. એનો આગ્રહ ન હોય જ્ઞાનનયનો, કે ન હોય ક્રિયાનયનો. નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે, અને વ્યવહારનય લોકોમાં પ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે. નિશ્ચયનય સર્વ નયોને અભિમત અર્થનું અનુસરણ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy