SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રતનસાર ૩૯૦. પરંતુ સર્વ નયોને સમાનપણે ઇચ્છનાર આપનો સિદ્ધાંત પક્ષપાતી નથી.” વેદાત્ત કહે છે : “આત્મા નિત્ય જ છે.” બૌદ્ધદર્શન કહે છે : “આત્મા અનિત્ય આ થયા પક્ષ અને પ્રતિપક્ષી બંને એકબીજા સાથે લડે. વાગુ યુદ્ધ ખેલે અને સમય-શક્તિને વેડફે. ન એમાં શાન્તિ કે સમતા! ને એમાં મૈત્રી કે પ્રમોદ! મહામુનિ વેદાંત અને બૌદ્ધ બંનેની માન્યતાને સ્વીકારીને કહે છે : આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે! દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, પર્યાયષ્ટિથી અનિત્ય છે! દ્રવ્યદૃષ્ટિએ વેદાન્ત દર્શનની માન્યતાને બૌદ્ધ દર્શન સ્વીકારી લે, અને પર્યાયષ્ટિએ બૌદ્ધદર્શનની માન્યતાને વેદાંતદર્શન સ્વીકારી લે તો પક્ષપ્રતિપક્ષ મટી જાય, સંઘર્ષ ટળી જાય અને પરસ્પર મૈત્રી સ્થાપિત થઈ જાય. જ્ઞાનવંત પુરુષ આ રીતે સર્વ નયોનો આદર કરીને સર્વ પ્રત્યે સમભાવ ધારણ કરી શકે છે ને સુખ અનુભવે છે. કયો નય કઈ અપેક્ષાથી વાત કરે છે, તે અપેક્ષાને જાણીને જો સત્યનો નિર્ણય કરવામાં આવે તો સમભાવ જળવાઈ રહે. સર્વ નયોમાં દૃષ્ટિબિંદુઓનું જ્ઞાન હોવું જોઈએ. માટે તો કહ્યું છે : “જ્ઞાન સર્વનયશ્રતઃ' नाप्रमाणं प्रमाणं वा सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ।।३।१२५१ ।। અર્થ : બધાં વચન વિશેષરહિત હોય તો તે એકાંતે અપ્રમાણ નથી અને પ્રમાણ પણ નથી. વિશેષસહિત હોય તે પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ નયોનું જ્ઞાન હોય છે. વિવેચન : વિશેષરહિત એટલે નિરપેક્ષ. વિશેષસહિત એટલે સાપેક્ષ. કોઈ પણ શાસ્ત્રવચન-શાસ્ત્રકથનની પ્રામાણિકતાનો નિર્ણય કરવાની આ પદ્ધતિ છે, સાચી રીત છે. વિચારો કે : “શું આ વચન અપેક્ષાવાળું છે? અન્ય નયને સાપેક્ષપણે કહેવાયેલું છે?' તો સાચું! અને જો અન્ય નયોથી નિરપેક્ષપણે કહેવાયેલું છે તો ખોટું! અપ્રમાણ! “ઉપદેશમાળામાં કહ્યું છે : 'अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स। सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहुं पडई ।।' જેણે શ્રુત-સિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy