SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપ ૩૮૭ વસ્ત્રહીન બનીને કડકડતી ઠંડીમાં ધ્યાન ધરે... આવાં આવાં કષ્ટ સહન કરે. એક જ સ્થાને નિશ્ચલ બનીને કલાકોના કલાકો સુધી બેસી રહે! જરાય હલનચલન ન કરે - જાણે પાષાણની મૂર્તિ! નાની કે મોટી કોઈ ભૂલ થઈ, સંયમને અતિચાર લાગ્યો કે તરત એ પ્રાયશ્ચિત્ત કરે. પંચપરમેષ્ઠિ ભગવંતોનું...ઓમકારનું ધ્યાન ધરે. કોઈ ગુરુજન હો, બાલમુનિ હો કે ગ્લાનમુનિ હો.... એમની સેવા-વૈયાવચ્ચ કરવાનો અવસર જતો ન કરે. લાખ કામ પડતાં મૂકીને પણ એ બીમારની સેવા કરવા દોડી જાય. ગ્લાનમુનિની સેવાને તે પરમાત્માની સેવા સમજે. વિનય તો એનો પ્રાણા. આચાર્ય, ઉપાધ્યાયાદિનો એ વિનય કરે, અતિથિનો વિનય કરે. એનો વ્યવહાર વિનયથી શોભતો જ હોય. એનામાં એવી મૃદુતા હોય કે જેથી અભિમાન એને સતાવી જ ન શકે. રાત્રિના સમયે..નિદ્રાનો ત્યાગ કરી મુનિરાજ કાર્યોત્સર્ગ કરે, ઊભા રહીને એકાગ્ર મને ષડુદ્રવ્યોનું ચિંતન કરે, અને દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર (૨૪ કલાકમાં ૧૫ કલાક) સ્વાધ્યાય કરે! શાસ્ત્રોને વિનયપૂર્વક ગુરુજન પાસેથી ભણે. એના ઉપર વિચાર કરતાં શંકાઓ પેદા થાય તો તેનાં સમાધાન મેળવે. ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ એની આવૃત્તિ કરે. એના ઉપર અનુપ્રેક્ષા-ચિંતન કરે, ચિંતનથી સ્પષ્ટ અને પુષ્ટ થયેલા પદાર્થનો બીજા જીવ સમક્ષ ઉપદેશ આપે. એનું મન સ્વાધ્યાયમાં પરોવાયેલું હોય. આમ ગુણોના વિશાળ સામ્રાજ્યને મેળવવા માટે મુનીશ્વર બાહ્ય-આત્યંતર ૧૨ પ્રકારના તપના આરાધનમાં પુરુષાર્થશીલ બને. કર્મોનાં બંધનોને તોડવા કટિબદ્ધ થયેલા મહામુનિ પોતાનું જીવન જ તપશ્ચર્યાના ચરણે ધરી દે. તપના વ્યાપક સ્વરૂપની આરાધના, એ જ એમનું જીવન હોય. ઉન્મત્ત વૃત્તિઓનું શમન કરવા માટે અને ઉત્કૃષ્ટ વૃત્તિઓને જાગ્રત કરવા માટે તપ, ત્યાગ અને તિતિક્ષાનો જ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે, આરાધનાઉપાસનાનો ઉત્કૃષ્ટ માર્ગ છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy