SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન ૩૭૧ બાકી તો જે જીવોને મોક્ષમાં નથી જવું કે ક્યારેય મોક્ષમાં નથી જવાના તે જીવો પણ વીશ સ્થાનક વગેરે તપ કરતા હોય છે... તેથી શું વિશેષ? સમાપત્તિનું ફળ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન-એ એમને પ્રાપ્ત થતું નથી. તપશ્ચર્યાનું ફળ જો પ્રાપ્ત ન થતું હોય તો તપશ્ચર્યાનો પુરુષાર્થ કરવાથી શું? તપશ્ચર્યા સાથે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સધાતી જવી જોઈએ. એ એકતાનું જો લક્ષ હોય તો જીવનમાં એવો સમય આવે કે એકતા સધાઈ ગઈ હોય. એ દિશાનું લક્ષ જ ન હોય તો એ એકતા ક્યારેય પ્રાપ્ત ન થાય. વીશસ્થાનક તપની સાથે સાથે તે તે પદનું ધ્યાન ધરવું જોઈએ. એટલે તે પદમાં લીનતા પ્રાપ્ત થવી જોઈએ. તે ત્યારે જ પ્રાપ્ત થાય કે ઈચ્છાઓથી મુક્તિ થઈ હોય. સાંસારિક ભૌતિક પદાર્થોની ઈચ્છાઓથી મન ખદબદતું હોય ત્યાં સુધી ધ્યેયલીનતા પ્રાપ્ત થાય જ નહીં, માટે ‘સમાપત્તિ' ખૂબ મહત્ત્વની આરાધના છે. जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः । । ६ ।।२३८ ।। रुद्धवाह्यमनोवृत्तेर्धारणाधारयारयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ।।७।।२३९ ।। साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि । ८ । । २४० ।। અર્થ : જે જિતેન્દ્રિય છે, ધૈર્યસહિત છે, અત્યંત શાન્ત છે, જેનો આત્મા ચપળતારહિત 14 છે, જે સુખાકારી આસને રહેલ છે, જેણે નાસિકાના અગ્ર ભાગ ઉપર લોચન સ્થાપ્યાં છે, જે યોગવાળો છે, (૬) ધ્યેયમાં ચિત્તની સ્થિરતારૂપ ધારણાની ધારા વડે, વેગથી, જેણે બાહ્ય ઇન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે, જે પ્રસન્ન ચિત્તવાળા છે, પ્રમાદરહિત છે, જેઓ જ્ઞાનાનન્દરૂપ અમૃતનો આસ્વાદ લેનારા છે, (૭) તે અંતરમાં જ વિપક્ષરહિત ચક્રવર્તીપણું વિસ્તારતા ધ્યાનવંતની, દેવસહિત મનુષ્યલોકમાં પણ, ખરેખર ઉપમા નથી. (૮) વિવેચન : ધ્યાતા-ધ્યાની મહાપુરુષની લક્ષણસંહિતાના આ ત્રણ શ્લોક મહત્ત્વના છે. અંતરનિરીક્ષણ કરવા ઇચ્છતા ધ્યાતા પુરુષનું આ ‘થર્મોમીટર' છે! આવો; આપણે સ્વયં અંતરનિરીક્ષણ કરીએ. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy