SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ જ્ઞાનસાર વિવેચન : મણિ જોયો છે? ઉત્તમ સ્ફટિકમાં ક્યારેય પડછાયો પડતો જોયો છે? જો એ ન જોયું હોય તો સ્વચ્છ કાચમાં તમે તમારું પ્રતિબિંબ પડતું તો જોયું છે ને? મણિ હો, સ્ફટિક હો, યા કાચ હો, તે મેલાં ન જોઈએ, સ્વચ્છ જોઈએ, નિર્મળ જોઈએ. તો જ એમાં બીજા પદાર્થનું પ્રતિબિંબ પડે. આત્મા ગમે તેવો મેલો હોય, ગંદો હોય, છતાં એમાં પરમાત્માનું પ્રતિબિંબ શું પડતું હશે? શાને વલખાં મારો છો? મલિન આત્મામાં ક્યારેય પરમાત્માનું પ્રતિબિંબ ન પડે. પરંતુ પ્રશ્ન એક જ છે કે આપણા આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે એવું આપણે ઇચ્છીએ છીએ? તો આત્માને ઉજ્વલ બનાવીએ. ક્ષીણવૃત્તિ બની જઈએ, વૃત્તિઓનો ક્ષય! ઈચ્છાઓનો ક્ષય! એ વૃત્તિઓ અને ઈચ્છાઓ જ અત્તરાત્મદશાના મોટા અવરોધો છે. આત્માની મલિનતા છે. એ મલિનતા દૂર કરતા જઈએ તેમ આત્મા મણિ જેવો સ્વચ્છ અને પારદર્શક બનતો જાય; એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. અન્તરાત્મા નિર્મળ હોય અને એકાગ્રતા હોય એટલે પરમાત્માનું પ્રતિબિંબ પડે, એ જ સમાપત્તિ. અહીં અગત્યની વાત છે ક્ષીણવૃત્તિ બનવાની ઈચ્છાઓથી મુક્ત બનવાની. ઈચ્છાઓ જ એકાગ્રતામાં વિઘ્ન છે. ઈચ્છાઓ જ પરમાત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં અવરોધરૂપ છે. 'मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात् तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ।।' ‘ઉત્તમ મણિની જેમ, ક્ષીણવૃત્તિ આત્મામાં પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ થાય.” તી ’ એટલે અત્તરાત્મામાં પરમાત્મ-ગુણોનો સંસર્ગારોપ. તરનત્વ એટલે અત્તરાત્મામાં પરમાત્માનો અભેદારોપ. “સંસર્ગારોપ” એટલે શું? એ પ્રશ્ન છે ને? જુઓ, આરોપ બે પ્રકારના : સંસર્ગ અને અભેદ. સિદ્ધ પરમાત્માના અનંત ગુણોમાં અત્તરાત્માનો આરોપ તે સંસર્ગ આરોપ કહેવાય. પરમાત્માના અનંત ગુણોમાં અન્તરાત્માની એકાગ્રતા આવી એટલે સમાધિ પ્રાપ્ત થાય. આ સમાધિ જ ધ્યાનનું ફળ છે; આ જ અભેદ આરોપ છે. આને આરોપ કેમ કહો છો? For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy