SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ ૩૧૫ ચિંતા ન કરો. “અનુભવ” આપણને ભવસાગરથી તારશે. એ “અનુભવ” સુધી પહોંચવાનો માર્ગ શાસ્ત્ર બતાવશે! કોઈ મનઃકલ્પિત માર્ગે ચાલ્યા ગયા તો “અનુભવ” પાસે નહીં પહોંચો! અને કોઈ માનસિક “ભ્રમણા'ને “અનુભવ સમજીને કૃતકૃત્યતા અનુભવશો તો એનાથી આત્માની કોઈ પ્રગતિ નહીં થાય. દિશાજ્ઞાન તો શાસ્ત્ર પાસેથી જ મેળવજો. જેમ જેમ તમે “અનુભવ” ના. શિખર ઉપર ચઢતા જશો તેમ તેમ તમારી પર-પરિણતિ નિવૃત્ત થતી જશે, પર-પુદ્ગલનાં આકર્ષણો ગળતાં જશે. આત્મ-૨મણતાની મધમધ સોડમ છલકાઈ ઊઠશે. આત્મ-પરિણતિની મદઘેલી મોસમ ખીલી ઊઠશે. ત્યારે યથાર્થ વસ્તસ્વરૂપના અવબોધરૂપ “અનુભવ”નું શિખર તમે સર કરશો. એ શિખરે ચઢવાની તાલીમ લીધા વિના, માત્ર ભાવનાથી પ્રેરિત થઈને ચઢવા ગયા તો અગમનિગમના એ પહાડોની કોઈક ખીણમાં પટકાઈ જશો, શોધ્યા નહીં જડો. માટે તાલીમ લેવી અનિવાર્ય છે. અધ્યયન કરવું જરૂરી છે. પછી સાહસ કરીને અનુભવ-શિખર પર આરોહણ કરો. તમે સફળતા પ્રાપ્ત કરશો. છે ઈચ્છા? ના, ઈચ્છાથી જ નહીં ચાલે. સંકલ્પબળ જોઈશે. મક્કમ નિર્ધાર કરવો પડશે. સાધનાના માર્ગે લોખંડી મિજાજ વિના ચાલતું નથી. વિઘ્નોને કચડી નાખવા માટે દાંત કચકચાવીને આગે બઢો.. આત્યંતર વિક્નોની શૃંખલાઓ તોડી નાખો... કમર જ તોડી નાખો કે જેથી વળી પાછાં બેઠાં થઈને એ વિપ્નો માર્ગમાં અંતરાય ઊભો ન કરે. આટલી નિર્ભયતા અને ખુમારી વિના અનુભવનું શિખર આંબવાની કલ્પના પણ કરવી અશક્ય છે! अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना। शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् बुधा जगुः ।।३।।२०३।। અર્થ : ઇન્દ્રિયને અગોચર પરમાત્મસ્વરૂપ, વિશુદ્ધ અનુભવ સિવાય શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણવા યોગ્ય નથી, એમ પંડિતોએ કહ્યું છે. વિવેચન : શુદ્ધ બ્રહ્મા વિશુદ્ધ આત્મા! પાંચેય ઇન્દ્રિયોનું એ ગજું નહીં કે તેઓ શુદ્ધ બ્રહ્મને જાણી શકે. કોઈ પણ આવરણ વિનાના વિશુદ્ધ આત્માનો અનુભવ કરવાની શક્તિ બિચારી ઇન્દ્રિયોમાં For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy