SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦૮ www.kobatirth.org નિઃસ્પૃહ વૃત્તિથી ગ્રહણ કરવું; જ્ઞાનદીપકને જલતો રાખવો. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાનસાર ભલે દિગંબરો કહે કે ‘તમે પરિગ્રહી છો...જ્ઞાનમાત્રની પરિણતિવાળા મુનિએ વસ્ત્ર ન પહેરવાં જોઈએ અને પાત્ર ન રાખવાં જોઈએ.’ આ વિધાનમાં તેઓ તર્ક કરે છે કે ‘વસ્ત્રપાત્રનું ગ્રહણ-ધારણ મૂર્છા વિના ન થઈ શકે.’ એમના કહેવાથી આપણે પરિગ્રહી નથી બની જતા કે તેઓ અપરિગ્રહી નથી બની શકતા! વસ્ત્ર-પાત્રના ગ્રહણ-ધારણમાં મૂર્છા જો થતી જ હોય, તો ભોજન ગ્રહણ કરવામાં મૂર્છા કેમ ન થાય? શું ભોજન રાગદ્વેષનું નિમિત્ત નથી? શું કમંડલ અને મોરપિચ્છ ગ્રહણ કરવામાં ને રાખવામાં પરિગ્રહ નથી? અરે, શરીર એ જ પરિગ્રહ છે...! દિગંબર મુનિ ભોજન કરે છે ને કમંડલ તથા મોરપિચ્છ પણ રાખે છે... કડકડતી ઠંડીમાં, ઘાસ ભરેલી લાકડાની પેટીમાં ઘસઘસાટ ઊંઘી જવું એ શરીર પરની મૂર્ષ્યા ન કહેવાય? અસંયમી સંસારી જીવોને ઔષધાદિ બતાવવાં એ અપરિગ્રહતાનું લક્ષણ કહેવાય? હે મુનિરાજ, જો તમે શાસ્ત્રમર્યાદામાં રહીને ચૌદ પ્રકારના ધર્મોપકરણ ગ્રહણ કરો છો, તેનો ઉપયોગ કરો છો, એનાથી તમારો જ્ઞાનદીપક અખંડ રહે છે, તો તમે પરિગ્રહી નથી. નગ્ન રહેવાથી સર્વથા અપરિગ્રહી બનાતું નથી કે વસ્ત્ર ધારણ કરવાથી સર્વથા પરિગ્રહી બનાતું નથી. રસ્તામાં રખડતા કૂતરા ઓ નગ્ન જ હોય છે ને? શું તેમને અપરિગ્રહી મુનિ કહેશો? અને દશેરાના ઘોડાને ખૂબ જ શણગારવામાં આવે છે, તેથી શું તે ઘોડાને પરિગ્રહી કહેશો? કૂતરો મૂર્ચ્છરહિત નથી કે ઘોડાને શણગાર ઉપર મૂર્છા નથી! For Private And Personal Use Only જ્ઞાનદીપક બુઝાઈ ન જાય એ લક્ષ છે. જ્ઞાનદીપકને જલતો રાખવા માટે તમે જે કોઈ શાસ્ત્રીય ઉત્સર્ગ-અપવાદનો માર્ગ લો, તેમાં તમે નિર્દોષ છો. પરંતુ જરાય આત્મવંચના ન થઈ જાય, એની તકેદારી રાખજો. એક બાજુ એમ માનો કે ‘હું શાસ્ત્ર-અધ્યયન ક૨વા વસ્ત્રપાત્ર આદિ ગ્રહણ કરું છું,' બીજી બાજુ વસ્ત્ર-પાત્ર ગ્રહણ કરવામાં અને ધારણ કરવામાં મૂર્છા...આસક્તિ ગાઢ બનતી જતી હોય! જેમ જેમ તમારી જ્ઞાનોપાસના વધતી જાય તેમ તેમ ૫૨પદાર્થો પરથી મમત્વ ઘટતું જાય તો એ જ્ઞાનદીપકે તમારો જીવનમાર્ગ અજવાળ્યો, એમ કહેવાય. એક માત્ર જ્ઞાનોપાસના! બીજી બાહ્ય પ્રવૃત્તિ નહીં! મનને ભટકવા માટે
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy