SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ જ્ઞાનસાર વાંચવાની રુચિ જ નથી થતી. બાળકો, યુવાનો, વૃદ્ધો-બધાંને દેશકથાઓ, રાજકથાઓ, ભોજનકથાઓ, સ્ત્રીકથાઓ, સિનેમાકથાઓમાં એવો અનુરાગ જન્મ્યો છે કે શાસ્ત્રકથાઓ તેમને નીરસ લાગે છે. શાસ્ત્રકથાઓ નિરુપયોગી લાગે છે. શાસ્ત્રકથાઓ મનુષ્યના વિકાસમાં કોઈ અગત્યનો ભાગ ભજવતી નથી લાગતી. પરંતુ જે મુનિ છે, સાધુ છે, તેણે તો શાસ્ત્ર-અધ્યયન દ્વારા પરમાત્મા જિનેશ્વરદેવની અચિંત્ય કૃપાના પાત્ર બનવાનું જ છે. अदष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडा: । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे । । ५ । । १८९ ।। અર્થ : શાસ્ત્રરૂપ દીવા વિના પરોક્ષ અર્થમાં પાછળ દોડતા અવિવેકી મનુષ્યો પગલે પગલે ઠોકરો ખાતા અત્યંત ક્લેશ પામે છે. વિવેચન : જે પ્રત્યક્ષ નથી, કાર્નથી સંભળાતા નથી, આંખે દેખાતા નથી, નાકથી સૂંધી શકાતા નથી, જીભથી ચાખી શકાતા નથી. સ્પર્શથી અનુભવી શકાતા નથી... તેવા પરોક્ષ પદાર્થોનું જ્ઞાન તમે કેવી રીતે મેળવશો? તમે ક્યારના ભટકી રહ્યા છો? કેટલી ઠોકરો ખાધી? કેટલો ક્લેશ થયો? ભાગ્યશાળી, આમ ક્યાં સુધી ભટક્યા કરશો? પરોક્ષ પદાર્થોમાં મુખ્ય પદાર્થ છે આત્મા! પરોક્ષ પદાર્થોમાં મહત્ત્વપૂર્ણ પદાર્થ છે મોક્ષ! પરોક્ષ પદાર્થોમાં સ્વર્ગ, નર્ક, પુણ્ય, પાપ, મહાવિદેહ વગેરે ક્ષેત્રો... વગેરે અનેક પદાર્થોનો સમાવેશ થાય છે. આ પરોક્ષ પદાર્થોની સૃષ્ટિની ગાઈડ છે શાસ્ત્ર! પરોક્ષ પદાર્થોને ઓળખાવનાર... બતાવનાર દીવો છે શાસ્ત્ર! શાસ્ત્રોની ‘ગાઈડ’ વિના, શાસ્ત્રોના દીપક વિના તમે એ પરોક્ષ પદાર્થોની સૃષ્ટિમાં અટવાઈ જવાના, કંટાળી જવાના! આંધળો મનુષ્ય અજાણ્યા પ્રદેશમાં ભટકાય નહીં, તો થાય શું? પછી તમે કહેશો ‘એ બધું કલ્પના છે!’ શાસ્ત્રોને સ્પર્ધા વિના પશ્ચિમના દેશોની ડિગ્રી લઈને વિદ્વાન બનેલા અને પોતાની જાતને બુદ્ધિશાળી સમજતા મનુષ્યો પરોક્ષ દુનિયાને માત્ર ‘કલ્પના, કહીને એ દિશામાં પગ જ નથી મૂકતા, મહામુનિ, તમે તો એ પરોક્ષ દુનિયાનાં રહસ્યો જાણવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છો, તમારે તો એ અગમ-અર્ચાચરનાં રહસ્યો પામવાં જ પડશે, તે માટે શાસ્ત્રજ્ઞાનનો દીપક તમારી પાસે જ રાખવો પડશે. અંધકારભર્યા પ્રદેશમાં For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy