SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્ર ૨૮૫ હિતશિક્ષા આપવાના સામર્થ્યથી અને નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.” સર્વજ્ઞ વીતરાગના વચનમાં જ આ બે વાતો મળે છે. તેમનું વચન આત્મહિતનો ઉપદેશ આપે છે, તેમનું વચન નિર્દોષ જીવરક્ષા કરવાનું કહે છે. રાગ અને દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા જીવોનું સમ્યગુ અનુશાસન કરનાર શાસ્ત્રને નહીં માનનાર ઉદંડ મનુષ્યોને પૂછો કે : આત્માને ચર્મચક્ષુથી જોવાનો આગ્રહ રાખનાર પ્રદેશ, જીવતા જીવોને ચીરી નાખી આત્માને શોધતો હતો; સચેત જીવોને લોખંડની પેટીમાં પૂરી ગૂંગળાવીને મારી નાખતો હતો. આવા આવા ક્રૂર પ્રયોગોને કરનાર પ્રદેશી, તેને કોણે દયાળુ બનાવ્યો? કેશી ગણધરે કોનાં વચનોથી-શાસ્ત્રોથી પ્રદેશનું હૃદયપરિવર્તન કરી જીવરક્ષક બનાવ્યો? અભિમાનના આભલે ચઢેલા ઇન્દ્રભૂતિને પરમ વિનયી, દ્વાદશાંગીના પ્રણેતા અને અખંડ લબ્ધિવાળા કોણે બનાવ્યા? રંગ-રાગ અને ભોગવિલાસમાં રાચતા...ચકચૂર એવા શાલિભદ્રને પથ્થરની ધગધગતી શિલા પર સૂઈ જઈ, અનશન કરવાનું સામર્થ્ય કોણે આપ્યું? ક દૃષ્ટિમાંથી વિષનો લાવારસ ઓકતાં ચંડકૌશિકને શાંત, પ્રશાંત અને સહિષ્ણુ મહાત્મા કોણે બનાવ્યો? અનેક હત્યાઓના ઢગલા પર બેસી ક્રૂરતાનાં ડાકલાં વગાડનાર અર્જુન માળી મહાવ્રતધારી મહાત્મા બન્યો, તે કોણે બનાવ્યો? જિનવચનના આ ઐતિહાસિક ચમત્કારોને તમે અકસ્માતુ કહેશો? આત્માને મહાત્મા અને પરમાત્મા બનાવનાર આ જિનવચનોનાં શાસ્ત્રોની તમે અવગણના કરી શકશો? ને અવગણના કરી તમે તમારાં દુઃખ દૂર કરી શકશો? यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे।। सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सदिभः ।। - प्रशमरति શાસ્ત્ર સર્જેલા અસંખ્ય ચમત્કારોની નોંધ જે ઇતિહાસમાં પડેલી છે, તે નોંધનું અધ્યયન આજે કોણ કરે છે? દુનિયામાં હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહની ગટરો ઉભરાવનારના ઇતિહાસો આજે વિદ્યાર્થીઓને For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy