SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકસંજ્ઞાત્યાગ ૨૬૯ મુસાફરી કરે છે. પરંતુ પ્રતિકૂળ દિશામાં સહુ મુસાફરી ન કરી શકે. ધસમસતા પ્રવાહની સામે તરવું એ સહુનાં ગજ નહીં! લોકસંજ્ઞા-મહા નદીના લોકપ્રવાહમાં તરવું, મુસાફરી કરવી, એમાં કોઈ વિશેષતા નથી. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, વિકથાઓ કરવી, પરિગ્રહ ભેગો કરવો, ભોગસુખ ભોગવવાં, બંગલા બાંધવા ને મોટરો વસાવવી; સ્ત્રી-પુત્ર અને પરિવારને પોતાનાં માનવાં.... શરીરને સ્વચ્છ રાખવું, વસ્ત્રો ને અલંકાર પહેરવાં... આ બધું જ સહજ-સ્વાભાવિક છે. આમાં કોઈ જ આશ્ચર્ય નથી. અજ્ઞાન, મોહ અને દ્વેષમાં ફસાયેલી દુનિયાના ડાહ્યા ગણાતા માણસો લૌકિક આદર્શો, છીછરાં ધોરણો અને વિવેકહીન વલણો લઈને ફરતા હોય છે. મુનિએ એ આદર્શો, ધોરણો કે વલણોમાં ફસાવું ન જોઈએ. લોકપ્રવાહનાં કેટલાંક આધુનિક ધોરણો આવાં છે : (૧) સાધુઓએ સમાજની સેવા કરવી જોઈએ. દવાખાનાં બંધાવવાં, સ્કૂલો ખોલાવવી વગેરે. (૨) સાધુઓએ ગંદા-મેલાં કપડાં ન પહેરવાં જોઈએ, સ્વચ્છ અને સારાં કપડાં પહેરવાં જોઈએ. (૩) સાધુઓએ ધર્મના પ્રચાર માટે મોટર, ટ્રેન, એરોપ્લેન, દરિયાઈ જહાજ વગેરેમાં બેસીને દેશ-વિદેશમાં ફરવું જોઈએ. (૪) સાધુઓએ બહુ પ્રતિજ્ઞાઓ ન આપવી જોઈએ. (૫) સાધુઓએ બહુ દીક્ષાઓ ન આપવી જોઈએ. (ક) સાધુઓએ નાનાં બાળકોને દીક્ષા ન આપવી જોઈએ. આ બધો લોકપ્રવાહ છે! જો આત્મા જાગ્રત ન હોય અને જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી ન હોય તો આ વાતોમાં સાધુ ખેંચાયા વિના ન રહે... શિષ્ટ અને સદાચારી સમાજરચનાનો ધ્વંસ કરવા પણ આવા જ લોકપ્રવાહ વહેતા થયા છે. સુશિક્ષિતાના નામે, સુધારાના નામે કેટલીક ગંદી, બીભત્સ અને સમાજને બરબાદ કરનારી વાતો વહેતી થઈ છે. (૧) વસ્તી વધી ગઈ છે, અનાજ નહીં મળે, માટે સંતતિ-નિયમન કરો, વધુ બાળકો ન જન્મે તે માટે ઓપરેશન કરાવી નાખો. આંકડીઓ મુકાવો...' - આવો રાષ્ટ્રવ્યાપી પ્રચાર કરી મનુષ્યને દુરાચારી, વ્યભિચારી બનાવવાની યોજના ચાલી. લોકપ્રવાહમાં ખેંચાનારાઓ આમાં ફસાય છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy