SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ જ્ઞાનસાર ઉપસર્ગ સહ્યા. અનાર્ય પુરુષોના પ્રહારો સહન કર્યા... એવા તો કંઈક ઉપસર્ગ તેમણે સહન કર્યા... ભય ન લાગ્યો. ઔષધના સેવનમાં ભય શાનો? રોગનો ભય દૂર કરવા માણસો મુંબઈ-કલકત્તા નથી જતા? ત્યાં ડૉક્ટર ઑપરેશન કરે, છરીથી પેટ ચીરે, પગ કાપે, આંખને ખોલી નાખે... છતાં દર્દીને ભય નથી લાગતો! સામે પગલે જઈને શરીર ચિરાવે છે! પણ તેમાં તે રોગનો ભય નિવારાતો જુએ છે! પછી બંધક મુનિ પોતાના શરીરની ચામડી ઊતરડી લેતા રાજસેવકો પર રોષ શાના કરે? એમને એ ઑપરેશન લાગ્યું! એ ઑપરેશનથી ભવનો ભય નિવારાતો લાગ્યો. અવંતિસુકુમાલે શરીરને શિયાળણીના હાથે-મોંઢે ચવાઈ જવા દીધું. શિયાળણીને શરીરનું માંસ ખાવા દીધું, લોહી પીવા દીધું...મેતારજ મુનિએ સોનીને ચામડાની વાધર પોતાના માથે બાંધવા દીધી... એ ભય એમના સંસારભયનું નિવારણ કરતો હતો! ભગવંત મહાવીરે ગોવાળિયાને કાનમાં ખીલા ઠોકવા દીધા, સંગમને કાળચક્ર મૂકવા દીધું... પગમાં ખીર રાંધવા દીધી. એ ભય એમના ભવરોગના ભયનો નાશ કરતો હતો. ભગવંતે મુનિઓને ઉપસર્ગો સહેવાનો ઉપદેશ આપ્યો, તે શા માટે? મુનિઓ સંસારભયને દૂર કરવા સાધના કરે છે, તે સંસારભયનું ઉપસર્ગોમાં ‘ઑપરેશન' થઈ જાય છે! સંસારભય દૂર થઈ જાય છે. ઑપરેશન કરનાર ડૉક્ટર પર દર્દીને રોષ થતો નથી! એ તો ઉપકારી લાગે છે. માટે બંધક મુનિને રાજસેવકો ઉપકારી લાગ્યા... અવંતિસુકુમાલને શિયાળણી ઉપકારી લાગી...મેતારજ મુનિને સોની ઉપકારી લાગ્યો. હા, ઑપરેશન કરતો ડૉક્ટર દર્દીને જો દુષ્ટ લાગે, અનુપકારી લાગે... ને વલોપાત ક૨વા લાગે, તો ઑપરેશન બગડી જાય છે! તેમ ઉપસર્ગ વખતે જો ઉપસર્ગ કરનાર દુષ્ટ લાગે, તો મનની સમતા તૂટી જાય અને સંસારનો ભય વધી જાય. ખંધકસૂરિજીને પાલક ‘ડૉક્ટર' ન લાગ્યો, પણ દુષ્ટ પુરુષ લાગ્યો. તો સંસારનો ભય દૂર ન થયો! તેમના શિષ્યો માટે ‘પાલક' સહાયક બની ગયો! For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy