SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ ાનસાર ઓળખતું હતું? એક દિવસ સમગ્ર ભારત પર એ છવાઈ ગયા! પરંતુ એ દિવસ પણ જોવા મળશે કે એમને કોઈ ઓળખશે પણ નહીં! શુભ કર્મોના ઉદયની કાળમર્યાદા પૂરી થાય એટલી વાર છે! એવા તો કેટલાય મનુષ્યો પૃથ્વીના માલિક બન્યા અને ભૂંસાઈ ગયા. કર્મોની આ અગમ કળાનો તાગ કેવળજ્ઞાની સિવાય કોણ પામી શકે એમ છે? ‘એ કર્મનકી લખ લીલામેં લાખો હૈ કંગાલ.' ચઢતી-પડતી, હસતી-રોતી, ટેઢી ઈસકી ચાલ.' विषमा कर्मणः सृष्टिर्द्रष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः । । ४ । । १६४ ॥ અર્થ : ઊંટની પીઠના જેવી કર્મની રચના, જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી સરખી નહિ એવી જાણેલી છે; તેમાં યોગીને શી પ્રીતિ થાય? વિવેચન : ઊંટનાં અઢાર વાંકાં! કર્મોનાં અનંત વાંકાં! સર્વત્ર વિષમતા! કર્મોની સર્જાયેલી દુનિયા વિષમતાઓથી જ ભરેલી છે. ક્યાંય એકસમાનતા નહીં, જાતિમાં વિષમતા, કુળમાં વિષમતા, શરીર...વિજ્ઞાન...આયુષ્ય...બળ...ભોગ...બધાંમાં વિષમતા! યોગીપુરુષને આવી કર્મસર્જિત દુનિયામાં પ્રીતિ શું થાય? * વિશ્વમાં વિષમતાઓનું દર્શન કરો. * વિષમતાઓનું દર્શન થયા પછી વિશ્વ ૫૨ પ્રીતિ નહીં થાય. * તેથી આસક્તિ ઘટશે. * તેથી હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર ને પરિગ્રહનાં પાપ ઘટશે. * ત્યારે મોક્ષ તરફ દૃષ્ટિ જશે. * કર્મનાં બંધન તોડવાનો પુરુષાર્થ થશે. * કોઈ પણ જીવના દુઃખમાં તમે નિમિત્ત નહીં બનો. * તમે યોગી બની જશો. ‘પ્રશમરતિ’ ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે : For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy