SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વસમૃદ્ધિ ૨૨૯ નથી ને! એ તો ડૂબકી મારીને અનુભવવાની વસ્તુ છે. તમે સાચે જ બ્રહ્મચર્યના અમૃતકુંડના અધિનાયક છો, સ્વામી છો. એના આનંદની આગળ વિષયસુખની ક્રીડાઓનો આનંદ તુચ્છ, અસાર અને ગંદો લાગે છે. ક્ષમા એટલે પૃથ્વી. શેષનાગ પૃથ્વીને ધારણ કરીને રહેલા છે', એવી લોકોક્તિ છે ને? ભલે એ લોકોક્તિ સત્ય ન હોય, પરંતુ મુનીશ્વર! તમે તો ખરેખર ક્ષમા-પૃથ્વીને ધારણ કરેલી છે. ક્ષમા તમારે સહારે રહેલી છે. કેવી તમારી ક્ષમા...સહનશીલતા! ગુરુ ચંદ્રાચાર્ય પોતાના નવદીક્ષિત મુનિના લોચવાળા માથે દંડા મારે છે, પણ નવદીક્ષિત મુનિ તો શેષનાગ હતા! તેમણે ક્ષમાને ધારણ કરેલી હતી. ઇંડાના પ્રહારોથી તેમણે ક્ષમાપૃથ્વીને હલવા પણ ન દીધી! તેમણે સહનશીલતાને સાચવી રાખી. શેષનાગ જો એ રીતે દંડાઓના પ્રહારથી ડરી જાય તો પૃથ્વીને કેવી રીતે ધારણ કરી શકે? નવદીક્ષિત મુનિરાજ શેષનાગે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું! બ્રહ્મચર્ય અને સહનશીલતા! આ બેના પાલનથી-રક્ષણથી મુનિ શેષનાગ છે! હું શેષનાગ છું, નાગેન્દ્ર છું,' આ વાતની સગર્વ સ્મૃતિથી બ્રહ્મચર્યમાં દઢતા અને સહનશીલતામાં પરિપક્વતા આવે છે. मुनिरध्यात्मकैलासे विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ।।५।।१५७ ।। અર્થ : મુનિ અધ્યાત્મરૂપ કૈલાસ ઉપર, વિવેકરૂપ (સઅસના નિર્ણયરૂપ) વૃષભ પર બેઠેલા, ચારિત્રકલા અને જ્ઞાનકલારૂપ ગંગા અને પાર્વતી સહિત, મહાદેવની જેમ શોભે છે. વિવેચન : મહાદેવ શંકર! મુનિવર! તમે જ શંકર છો... મહાદેવ છો... તે તમે જાણો છો? હા, આ વિનોદની વાત નથી, હકીકત છે. શંકરની શોભા.... શંકરનો પ્રભાવ... બધું તમારી પાસે છે.. તમે સર્વ સમૃદ્ધિના સ્વામી છો. હા, તમારો નિવાસ પણ કૈલાસ પર છે. અધ્યાત્મના કૈલાસ પર તમે રહેલા છો ને? પથ્થરોના પહાડ કરતાં આ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy