SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વદૃષ્ટિ ૨૧૧ ૨૧૧ रूपे रूपवती द्रष्टिन॒ष्ट्वा रूपं विमुह्यति। મળત્યા ની તષ્ટિસ્થળ પાછા 9૪૯ અર્થ : રૂપવાળી દૃષ્ટિ રૂપને જોઈને રૂપમાં મોહ પામે છે. રૂપરહિત તત્ત્વની દૃષ્ટિ તો રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. વિવેચન : તત્ત્વદૃષ્ટિ! વાસનાઓને નિર્મળ કરનારી દૃષ્ટિ. દષ્ટિ તાત્વિક બનાવવાની છે; અર્થાત્ જગતના પદાર્થોનું દર્શન તાત્વિક દૃષ્ટિથી કરવાનું છે. તાત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થ દર્શનમાં રાગદ્વેષ ભળતા નથી. તાત્ત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થદર્શનમાં અસત્યનો અંશ મળતો નથી. ચામડાની દૃષ્ટિ ચામડાનાં રૂપ જોઈને મોહ પામે છે! રાગદ્વેષ કરાવે છે. ચામડાની દૃષ્ટિથી-ચર્મચક્ષુથી ભવનો માર્ગ દેખાય છે, સંસારમાર્ગ દેખાય છે... મોક્ષમાર્ગ ચર્મચક્ષુથી ન જોઈ શકાય. મોક્ષમાર્ગ જોવા માટે તત્ત્વદૃષ્ટિ જોઈએ. આ તત્ત્વદૃષ્ટિને શ્રી આનંદઘનજી મહારાજ “દિવ્ય વિચાર' કહે છે. ચરમ-નયણે કરી મારગ જોવતાં ભૂલ્યો સકલ સંસાર. જેણે નયણે કરી મારગ જોઈએ નયન તે દિવ્ય વિચાર પંથડો નિહાળું રે બીજા જિન તો. અરૂપી આત્મા અરૂપી તત્ત્વદૃષ્ટિથી જ જોઈ શકાય. તત્ત્વદૃષ્ટિ પણ અરૂપી છે; આત્મા પણ અરૂપી છે... અરૂપીથી અરૂપી જોવાય. પૌલિક દૃષ્ટિથી પગલનાં રૂપ દેખાય. ચર્મદષ્ટિ.. પુદ્ગલદૃષ્ટિ-ચરમનયણ..બધાં પર્યાયો છે. આત્મદર્શન કરવા માટે આ દૃષ્ટિઓ ન ચાલે; આત્મદર્શન કરવા અરૂપી તત્ત્વદ્રષ્ટિ જોઈએ. આ તત્ત્વદૃષ્ટિ ઊઘડ્યા પછી આત્મપ્રશંસા કે પરનિંદા જેવી કુટેવો ટકતી નથી. તત્ત્વદૃષ્ટિ ખૂલે છે સમ્યગુ દર્શનજ્ઞાન-ચારિત્રની નિરતિચાર આરાધનાથી. તત્ત્વભૂત પદાર્થ એક માત્ર આત્મા છે! બાકી બધું જ પારમાર્થિક દૃષ્ટિએ અસત્ છે... અતત્ત્વ છે. અનાદિકાળથી તત્ત્વભૂત આત્માને ભૂલીને અતત્ત્વભૂત પદાર્થોની પાછળ જીવ ભટક્યો, દુઃખી થયો, ત્રાસ પામ્યો, વિટંબણાઓ થઈ પણ જિનેશ્વરભગવંતની તત્ત્વદૃષ્ટિ મળી નહીં. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy