SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાત્મશંસા ૨૦૧ પડી ગયું કે બસ, પછી દુઃખ જ દુઃખ ભોગવવાનું રહેશે, અને સ્વપ્રશંસા કરવાના હોશકોશ જ ઊડી જશે. અલબત્ત, સ્વપ્રશંસા કરી તમે કંઈક આનંદ અનુભવતા હશો અને સુખ પણ મળતું લાગતું હશે. પરંતુ પ્રશંસામાંથી મળતો આનંદ ક્ષણજીવી અને પરિણામે દુ:ખદાયી છે, એ વાત તમારે ન ભૂલવી જોઈએ. શું તમે આટલા આનંદનો ત્યાગ ન કરી શકો? જો કરી શકો તો કલ્યાણ વૃક્ષ' ઊભું રહેશે, ને તેના પર પરમ સુખનાં ફળ બેસશે, એ ફળોનો આસ્વાદ તમને અમર બનાવી દેશે. હા, ત્યાં સુધી તમારી ધીરતા જોઈએ. બીજાઓને સ્વપ્રશંસા દ્વારા આનંદ લૂંટતા જોઈ, તેમનું અનુકરણ કરવાની વૃત્તિ કરવી ન જોઈએ. બીજાઓને સ્વપ્રશંસા દ્વારા આનંદ લૂંટવા દો. તમારે મન એ આનંદ “અકથ્ય'અભોગ્ય ગણાવો જોઈએ. આપણે આપણા મોઢે આપણી પ્રશંસા કરીએ તે શોભે જ નહીં. આપણું મૂલ્ય આપણે જ આંકીએ, આપણું મહત્ત્વ આપણે જ ગાયા કરીએ, આપણા ગુણો આપણે જ બતાવ્યા કરીએ, તે એક આરાધક આત્મા માટે તો ઉચિત ન જ ગણાય. મોક્ષમાર્ગના આરાધક આત્માએ “જાત-જાહેરાત' ને ઘોર પાપ સમજવું જોઈએ. મોક્ષમાર્ગનો આરાધક તો પોતાના દોષો જ જુએ, બીજાના ગુણો જ જુએ. એને પોતાનામાં ગુણો જ ન દેખાય, પછી એને ગાવાની તો વાત જ ક્યાં રહી? સ્વપ્રશંસા થી કલ્યાણ વૃક્ષનાં પશ્ય-મૂળિયાં ઊખડી પડે છે; એનો અર્થ છે સ્વપ્રશંસા કરવાથી પુણ્ય ક્ષણ થાય છે ને પુણ્ય ક્ષીણ થવાથી સુખો નાશ પામે છે. સ્વપ્રશંસા સુખોનો નાશ કરનારી છે. आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ ।।३।।१३९ । । અર્થ: બીજાએ ગ્રહણ કરેલા પોતાના ગુણ-રૂપ દોરડાંઓ હિત માટે થાય છે. આશ્ચર્ય છે કે પોતે ગ્રહણ કરેલાં હોય તો ભવસમુદ્રમાં પાડે છે. વિવેચન : તમારામાં ગુણો છે? તે ગુણો બીજાઓને જોવા દો, બીજાઓને અનુવાદ કરવા દો, બીજાઓને પ્રશંસા કરવા દો. તેઓ ગુણદર્શન, ગુણાનુવાદ અને ગુણપ્રશંસા દ્વારા આ રોદ્ર સંસારસાગર તરી જશે. પણ ભાઈ, તમે તમારા ગુણો જોશો નહીં કે બોલશો નહીં. જો તમે તમારા ગુણોની પ્રશંસા કરવાની ટેવમાં ફસાયા તો એ ટેવ, એ વ્યસન તમને ભીષણ ભવસમુદ્રમાં પટકી દેશે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy