SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ નિર્ભયતા વિવેચન : વાસનાઓના ઉદયોને જેણે નાચ્યા છે, કષાયોના ઉધમાતને જેણે કાબૂમાં રાખ્યો છે, હાસ્ય-રતિ-અરતિ અને શોક-ઉદ્વેગની આગ પર જેણે પાણી છાંટ્યાં છે, જેણે પોતાની દૃષ્ટિને સમ્યફ બનાવી છે, જ્ઞાન-ધ્યાન અને તપશ્ચર્યાનું બળ પ્રાપ્ત કર્યું છે, લોક-વ્યાપારને જેણે તિલાંજલિ આપી દીધી છે... તેવા મુનિને ભય ન હોય, ડર ન હોય. તે તો નિર્ભય અને નિત્યાનંદી હોય. અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં ભય નથી. જ્ઞાન-સામ્રાજ્યની સરહદોની પેલે પાર ભય છે, શોક છે, ઉદ્વેગ છે. બસ, મુનિરાજે એ સાવધાની રાખવાની કે તે સરહદ ઓળંગીને પેલે પાર ન ચાલ્યા જાય. જ્ઞાન સામ્રાજ્યના સિંહાસને મુનિરાજ નિર્ભય છે. એ સામ્રાજ્યમાં વસનારાઓ માટે અભયદાતા છે. અભયનો આનંદ એ જ સાચો આનંદ છે. ભયભીત દશામાં આનંદ નથી હોતો; આનંદનો આભાસ માત્ર હોય છે, કૃત્રિમ આનંદ હોય છે. અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં જ અભયનો આનંદ મળે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy