SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ જ્ઞાનસાર સરકી ન પડે, એની સાવધાની રાખજો, કારણ કે એ જ્ઞાનબખ્તર એવી રીતે સરકી પડતું હોય છે. ઇન્દ્રિયપરવશતા કષાય (ક્રોધાદિ) એ ગારવ (રસાદિ) ક પરિષહ-ભીરુતા આ ચારમાંથી કોઈ તમને વહાલું લાગ્યું કે જ્ઞાનબખ્તર સરકી પડશે અને મોહસ્ત્ર તમારી છાતી વીંધીને આરપાર નીકળી જશે, તમે પરાજિત બની ભૂમિ પર પટકાઈ જશો. સંવેગ-વૈરાગ્ય અને મધ્યસ્થષ્ટિને વિકસાવનારાં, પુષ્ટ કરનારાં શાસ્ત્રોગ્રંથોનું અધ્યયન, મનન અને પરિશીલન કરતા રહો; તમારા વિચારો અને વલણોને તેનાથી રંગી નાખો. तूलवल्लघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ।।७।।१३५ ।। અર્થ : આકડાના રૂની પેઠે હલકા મૃઢપુરુષો ભયરૂપ વાયુ વડે આકાશમાં અમે છે. પરંતુ જ્ઞાન વડે અત્યંત ભારે એવા મહાપુરુષોનું એક વાડું પણ કંપતું નથી. વિવેચન : પ્રચંડ વાવાઝોડામાં તમે ધૂળ ઊડતી જોઈ હશે. કપડાં ઊડતાં જોયાં હશે, પથ્થર ઊડતાં જોયા હશે. પણ માણસો ઊડતાં જોયા છે? હા, મોટા મોટા માણસો ઊડે છે! પ્રચંડ પવનના સપાટા તેમને આકાશમાં ઘુમરીઓ ખવરાવે છે અને જમીન પર પછાડે છે. જાણી લો એ પ્રચંડ પવનને. એનું નામ છે ભય! જેમ પ્રચંડ પવનના સૂસવાટામાં આકડાનું રૂ ઊડી જાય અને આકાશમાં નિરાધાર ઊડ્યા કરે... તેમ ભયના વાયુમાં માણસ ઊડે છે અને અહીં-તહીં ભટક્યા કરે છે. વિકલ્પોના આકાશમાં ભમ્યા કરે છે. સાવ નિરાધાર! કોઈ ભય લાગ્યો કે જીવ ઊડે છે! રોગનો ભય, ઇજ્જત ચાલી જવાનો ભય, ધનસંપત્તિ ચાલી જવાનો ભય, કુટુંબ-પરિવાર બગડી જવાનો ભય.. આવા અનેક પ્રકારના ભયોના For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy