SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦. કનસાર સંગ્રહ કરવાનો નથી. હે મુનીશ્વર, તમારા આત્માના પ્રદેશ-પ્રદેશે નિર્ભયતાની મસ્તી ભટકતી ફરે છે! તેની આગળ સ્વર્ગની મસ્તી પણ તુચ્છ છે. एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमूं मुनिः। बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।।४ ।।१३२ ।। અર્થ : એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરીને મોહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મોખરા પર રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી. વિવેચન : ભય શાનો? મુનિ અને જ્ય? મુનિ પાસે “બ્રહ્મજ્ઞાન'નું શસ્ત્ર હોય છે. એ શસ્ત્ર મુનિને નિર્ભય રાખે છે. | મુનિ એટલે રણમોરચે ઝઝૂમતો મદોન્મત્ત હાથી, નિર્ભય બનીને ઝઝૂમતો ઉત્તમ હાથી. એને પરાજયનો ભય નહીં. એને, દુશ્મન મોહની સેનાના હુંકારા ને પડકારા કંપાવી ન શકે. મોહની સેના સામે લડી રહેલો હોવા છતાં મુનિ નિર્ભય હોય છે. તેનું બ્રહ્માસ્ત્ર તેને જબરી હૂંફ આપે છે. મોહ-દુશ્મનના જુસ્સાને ખેદાનમેદાન કરી નાખવાનો મુનિરાજનો બૃહ “બ્રહ્માસ્ત્ર” ની સહાયથી સાંગોપાંગ સફળ થઈ રહ્યો હોય છે. હુલાવેલી-ફુલાવેલી મોહસેનાનો જુસ્સો મુનિરાજની સામે માટીપગો બની જાય છે. તે છતાં મોહસેનાના ધમપછાડા ઓછા નથી! મહાવ્રતના પાલનની સાંગોપાંગ સફળતા, સાર્વત્રિક સમતા, વિશ્વમૈત્રીની ભવ્ય ભાવના અને આ બધાના શિરમોર જેવી પરમાત્મભક્તિ અને આજ્ઞાપાલન.. મુનિની શક્તિમાં વીજળીસંચાર કરે છે. મુનિના મુખ પર એક નવી ખુમારી પ્રગટી જાય છે. એ ખુમારી હોય છે નિર્ભયતાની, શત્રુ પર વિજય મેળવવાની નિઃશંક શ્રદ્ધાની. મહામુનિ બે પ્રકારનો જંગ ખેલી રહ્યા છે : “ઓફેન્સીવ અને “ડીફેન્સીવ'. (Offensive and Defensive). શત્રુ પર આક્રમણ કરી શત્રને ખુવાર કરવા સાથે સ્વ-સંપત્તિનું સંરક્ષણ પણ તે કરે છે. બીજા રસ્તે શત્રુ ઘૂસી આવીને લૂંટ ન ચલાવી જાય તેની પણ સાવધાની રાખે છે. મુનિ ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ કરે છે...મોહસેના સાથે આ “ઓફેન્સીવ' યુદ્ધ છે. પરંતુ મુનિને આંતરવાના અખતરા મોહ ઓછા નથી કરતો! ‘આહાર સંજ્ઞા' સામે મુનિને લડતા રહેવા દઈ, બીજી બાજુથી ક્રોધ અને અભિમાનને પ્રવેશ કરાવી દેવાના પ્રયત્નો થાય છે! પણ મુનિ એવા ભોળા તો નથી! “ડફેન્સીવ' For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy