SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર ૧૩૪ જ આત્મા (મોહત્યાગી) જ આત્માને (સર્વજ્ઞાનમય) આત્મા વડે (શ્રુતજ્ઞાન) આત્મામાં (સર્વગુણ-પર્યાયમય, જાણે. जो हि सुण्णामिगच्छइ अप्पाणमणं तु केवलं शुद्धं । तं सुअकेवलिमिसिणो भणति लोगप्पदीवयरा ।। ___ - समयप्राभृते જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે, તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ શ્રુતકેવળી કહે છે.” આત્મા અનાદિ-અનંત, કેવળજ્ઞાન-દર્શનમય, કર્મથી અલિપ્ત, અને અમૂર્ત છે.-આવો નિશ્ચય થાય ત્યારે “હું સાધ્ય-સાધક અને સિદ્ધસ્વરૂપ છું. જ્ઞાનદર્શન અને ચારિત્રાદિ ગુણમય છું.....' એવી અપૂર્વ જ્ઞાનદશા પ્રગટ થાય છે, તે રત્નત્રયીની અભેદપરિણિત છે. તેમાં આત્મસુખની અનુપમ સંવેદના અનુભવાય છે. चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं क्रियालाभात् क्रियानये ।।३।।९९ ।। અર્થ : આત્માને વિષે ચાલવાથી ચારિત્ર છે, તે શુદ્ધ જ્ઞાનનયના અભિપ્રાય મુનિને જ્ઞાન અને દર્શન સાધ્ય છે. ક્રિયાનના અભિપ્રાયે જ્ઞાનના ફળરૂપ ક્રિયાના લાભથી સાધ્યરૂપ છે. વિવેચન : આત્માને વિષે ચાલવું તે ચારિત્ર. મુનિનું સાધ્ય. ધ્યેય... આ ચારિત્ર છે. આ ચારિત્રનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનનય અને ક્રિયાનયના આધારે અહીં વિચારવામાં આવ્યું છે. શુદ્ધજ્ઞાન-નય (જ્ઞાનાત) કહે છે : ચારિત્ર બોધસ્વરૂપ છે. આત્મસ્વરૂપનો અવબોધ એ જ ચારિત્ર છે. એનું વિશ્લેષણ આ પ્રમાણે છે : ચારિત્ર - આત્માને વિષે ચાલવું જ પુદ્ગલભાવોથી નિવૃત્ત થવું. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy