SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રિયા ધન વધતું જવું જોઈએ. સુખ-દુઃખના પ્રસંગોમાં ઉન્માદ-શોકની વૃત્તિઓ મંદ પડી જવી જોઈએ. દર મહિને, દર વર્ષે એ તપાસવું જોઈએ કે ‘સામાયિકની ક્રિયા દ્વારા હું કેટલું સમતા-ધન કમાયો? મારા રાગ-દ્વેષ કેટલા મંદ થયા? ક્રોધનો ધમધમાટ કેટલો ઓછો થયો?' સામાયિકની ક્રિયા ગુણવૃદ્ધિ કરનારી છે એટલું જ નહિ પણ સમતાગુણની રક્ષા કરનારી છે. પ્રતિક્રમણ : પાપજુગુપ્સા, પાપનિંદા અને પાપ-ત્યાગના ગુણની વૃદ્ધિ માટે આ ક્રિયા કરવાની છે. આ ગુણની વૃદ્ધિ માટે લક્ષપૂર્વક કરાતી પ્રતિક્રમણની ક્રિયા આ ગુણની વૃદ્ધિ કરે છે. આ ગુણથી આ ક્રિયા જીવને પડવા દેતી નથી. તપશ્ચર્યા : આત્માના અણાહારીપણાના ગુણની વૃદ્ધિ માટે તેમ જ આહારસંજ્ઞાના દોષના ક્ષય માટે તપશ્ચર્યાની ક્રિયા અનિવાર્ય છે. આ ક્રિયા વિના દોષક્ષય કે અણાહારીપણાના ગુણની વૃદ્ધિ થતી નથી. ગુરુસેવા-વિનય : નમ્રતા, આજ્ઞાંકિતતા, લઘુતા, જ્ઞાન વગેરે ગુણોની વૃદ્ધિ માટે ગુરુસેવાની અને ગુરુવિનયની વૈવિધ્યભરી ક્રિયાઓ ઉત્તમ સાધન છે. તે ગુણોની વૃદ્ધિના ચોકસાઈભર્યા લક્ષથી જો આ સેવાભક્તિની ક્રિયાઓ કરાય તો અવશ્ય ગુણવૃદ્ધિ થાય છે; નહિતર ગુણો હોય તે પણ ચાલ્યા જાય છે! તીર્થયાત્રા : પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ-બહુમાન વગેરે ગુણોને વિકસાવવાનાં આદર્શથી કરાતી સિદ્ધગિરિ, ગિરનાર, સમ્મેત શિખર... વગેરે પવિત્ર તીર્થોની યાત્રા અવશ્ય તે ગુણોને વિકસાવે છે. પરંતુ તે ગુણોને વિકસાવવાની આપણી તમન્ના જોઈએ. એ ગુણો વગર જીવન શૂન્ય લાગવું જોઈએ. આ રીતે દાન, શીલ, તપ, સ્વાધ્યાય, સંલેખના, અનશન, વિવિધ અભિગ્રહો... વગેરે ક્રિયાઓ નવા-નવા ગુણોની વૃદ્ધિ માટે અને દોષોના ક્ષય માટે ક૨વાની છે. આ બધી ક્રિયાઓ કર્યા વિના ગુણપ્રાપ્તિ, ગુણવૃદ્ધિ કે ગુણરક્ષા થઈ શકતી જ નથી, કારણ કે છદ્મસ્થ જીવોનાં સંયમ-સ્થાનો, અધ્યવસાય-સ્થાનો ચંચળ છે, પડવાના સ્વભાવવાળાં છે. એ તો એકમાત્ર કેવલજ્ઞાની ભગવંતો, કે જેઓએ સંપૂર્ણ ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી હોય છે, તેમને ગુણોના પતનનો કોઈ ભય નથી, કારણ કે તેમનું સંયમસ્થાન અપ્રતિપાતી-સ્થિર હોય છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy