SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પગથિયાં ચડવા તૈયાર ? હ હમણાં જ તો તમે ટાઇૉઇડની બીમારીમાંથી ઉઠ્યા હતા. શરીરમાં હજી જોઈએ તેવી શક્તિ પણ નહોતી. ખોરાક પણ હજી બરાબર લઈ શકાતો નહોતો અને છતાં અચાનક તમારા મિત્રો પાલીતાણાની યાત્રાએ જઈ રહ્યા હતા અને એ સહુએ તમારી સમક્ષ પડકાર ફેંક્યો, ‘શત્રુંજયની યાત્રા તું ચાલીને ચડીને કરે તો અમે માનીએ કે તું સાચો મર્દ છે. સાચો પ્રભુનો ભક્તછે.' અને તમે એ પડકાર ઝીલી લીધો. પાલીતાણાની યાત્રા ચાલીને-ચડીને કરી લીધી. સાંભળ્યું છે કે તમારા સગાભાઈ સાથે છેલ્લા કેટલાક વખતથી બોલવા વ્યવહાર નથી. એના ઘરે તમે વરસોથી ગયા જ નથી. જવાબ આપો. અશક્ત શરીરે શત્રુંજયનો પર્વત તમે ચડી ગયા છો. મન મજબૂત બનાવીને નાના ભાઈના ઘરનાં પાંચ પગથિયાં ચડી જવા તમે તૈયાર ખરા ૯૫
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy