SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સબ-કુછ તમારા મગર હુકમ હમારા. ઘણી છોકરીઓ જોયા બાદ ખૂબ વિચાર કરીને ગણતરીપૂર્વક એક છોકરી સાથે સંબંધ નક્કી કર્યો અને છતાં એ લગ્નજીવન પણ ભંગાણના આરે આવીને ઊભું રહી ગયું. બજારની રૂખને બરાબર સમજીને એક કંપનીના ૨૫ લાખના શૈર લીધા અને છતાં એ ગૅરના ભાવ તળિયે જઈને બેઠા અને ૨૫ લાખની કિંમતના એ શૈર ૫ હજારની કિંમતનાં કાગળિયાં બની ગયા! જવાબ આપો. સંસારનો આ સ્વભાવ - અહીં ગણતરીપૂર્વક બધું થતું નથી. પુણ્ય પ્રમાણે જ બધું થાય છે - એ સતત આંખ સામે ખરો? પ્રત્યેક કદમ ભલે ફૂંકી ફૂંકીને મૂકીએ, પુરુષાર્થ ભલે પ્રબળ કરીએ, ગણતરી ભલે બરાબર માંડીએ પણ ઇચ્છિત પરિણામ મળશે જ એ બિલકુલ નક્કી નહીં. “સબકુછ (પુરુષાર્થ] તુમ્હારા મગર હુકમ પિરિણામ] હમારા [કર્મ મુજબ જ]' આ સત્યને અસ્થિમજ્જા બનાવી દીધા વિના સમાધિ ટકી રહેવી સર્વથા અસંભવિત છે.
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy